નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકામાંથી કેન્દ્ર સરકારનું સાહસ પાવરગ્રીડ 765 કેવી અને 400 કેવિની હાઈ ટેન્શન લાઈન લઇ જવાની તજવીજ શરૂ કરી છે,જેને લઇને 45 જેટલા અસરગ્રસ્ત ગામોમાં જમીન સંપાદન અને વળતરની નીતિને લઈને વિરોધ પણ શરૂ થયો છે આ દરમિયાન ખેડૂત સમનવય સમિતિએ મંગળવારે સમિતિના નેજા કલેકટર મારફત સરકારમાં હાઈ ટેન્શન લાઈન મુદ્દે લેખિત રજૂઆત કરાઈ હતી.જેમાં અન્ય રજૂઆતો સાથે કેટલાક સવાલો પણ કર્યા હતા.
આ રહ્યાં 7 સવાલો...
1. જમીન સરકાર તરફથી વિધિસર ફાળવણી થઈ કે કેમ ? 2. જમીનની કિંમત પેટે રકમ વસૂલ લેવાઇ કે કેમ ? 3. જમીન ફાળવાઇ હોય તો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સીઆરઝેડનીપૂર્વ મંજૂરી લેવાઇકે કેમ ? 4. બાંધકામ બાબતે બિનખેતીની મંજૂરી, નકશાઓ મંજૂર કરાવ્યાં કે કેમ ? પંચાયત પાસે મંજૂરી લીધી કે કેમ ? 5. બાંધકામ બાબતે વ્યવસાય વેરો, જીએસટી વગેરે એક્ટ મુજબ નોંધણી કરાઇ કે કેમ ? 6. જિલ્લા મહેસૂલી સત્તા મંડળ, કલેકટર કચેરીને જાણ કરી લેખિત મંજૂરી મેળવી કે કેમ ? 7. અકસ્માત અને માનવ ઈજા સામે વિમા કવચ લીધુ કે કેમ ?
દરિયાકાંઠેથી લાઈન લઇ જવાય તો..
સમિતિએ એમ પણ રજૂઆત કરી કે હાઈટેન્શન લાઈનો સમુદ્ર કાંઠેથી લઈ જવાય તો ખેડૂતો આર્થિક પાયમાલીમાંથીબચી શકે એમ છે. જેથી કાંઠાનો ટેકનિકલ સરવે કરી શક્ય એટલી હાઈટેન્શન વીજ લાઈનોદરિયાકિનારાની સરકારી જમીનમાંથી પસાર થાય તેવું આયોજન કરવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.