નવસારીમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. વિજલપોરમાં આવેલા રામજી પાર્કમાં રહેતો મહારાષ્ટ્રીયન પરિવાર લગ્નમાં ગયો અને બંધ ઘર હોય તેનો લાભ લઇ તસ્કરોએ લાકડાનો કબાટ તોડી ડ્રોઅરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 1.91 લાખની મતાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
વિજલપોરના રામજીપાર્કમાં રહેતા અનિલ ખડુંભાઈ સોનવણેએ વિજલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ પરિવાર સાથે મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગ માં ગયા હતા. તેમનું ઘર એક દિવસ માટે બંધ હતું. તે તકનો લાભ તસ્કરોએ લીધો હતો. તસ્કરોએ ઘરના લોખંડના દરવાજાનું નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં આવેલા લાકડાના કબાટનું તાળું તોડી ડ્રોઅરમાં મુકેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 1.91 લાખની મતાની ચોરી કરી હતી. અનિલભાઈ સોનવણેની ફરિયાદને પગલે પીઆઇ કે.બી.દેસાઈ તપાસ કરી રહ્યાં છે.
ચોરીની ઘટના રોકવા પેટ્રોલિંગ સઘન કર્યું છે
વિજલપોરમાં ચોરીની ઘટના અટકાવવા રાત્રિ પેટ્રોલિંગ સઘન કર્યું છે. આ વિસ્તારમાં પોલીસ મિત્રની નિમણુંક કરવા માટે જિલ્લા પોલીસ વડાને દરખાસ્ત કરી છે. ચોરીની ઘટનાઓ રોકવા સ્થાનિકો પોલીસને મદદ કરે તે આજના સમયની માગ છે. પોલીસ સામે ઘણી સમસ્યા છે છતાં તમામ પ્રકારની કાર્યવાહી કરી રહ્યાં છે. >કે.બી.દેસાઈ, પીઆઇ, વિજલપોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.