નવસારી જિલ્લામા ંઘરફોડ ચોરીનો સિલસિલો યથાવત છે. બીલીમોરાનો પરિવાર પોતાના બહેનને ત્યાં આયોજિત લગ્નમાં બે દિવસ માટે નવસારી આવ્યો અને ને ચોરોએ બંધ ઘરને નિશાન બનાવી લાખોની ચોરી કરી ચોરીના ફૂટેજ ન મળે તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.
શહેરના આનંદ નગરમાં રહેતા જનક ગાંધી પોતાની બહેનની દીકરી ના લગ્ન પ્રસંગ હોય નવસારી ગયા હતા. ત્યારે ગઈકાલે સવારે ઘરને સાફ કરવા માટે સફાઈ કામદાર બહેન આવતા તેમણે ઘરના દરવાજા તૂટેલા જોયા હતા જેથી તાત્કાલિક પોતાના ઘર માલિક જનક ગાંધીને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. જેથી લગ્ન મૂકીને દોડી આવેલા પરિવારે તપાસ કરતા માલુમ પડ્યું કે ઘરના તમામ બેડરૂમના દરવાજા સહિત લોકર પણ તોડી નાખવામાં આવ્યા છે અને તેમાં મુકેલા ઘરેણા સહિત રોકડની ચોરી થઈ છે. ચોરોએ હોશિયારી વાપરી પોલીસ પોતાનું પગેરું ન શોધે તેવા આશયથી સીસીટીવી અને ડીવીઆર ની પણ ચોરી કરી હતી. પરિવારે પોલીસને જાણ કરતા તાત્કાલિક એલસીબી અને બીલીમોરા પોલીસ દોડી આવીને ડોગસકોર્ડ સહિત ઝીણવટ ભરી રીતે તપાસ આદરી છે.અઠવાડિયામાં ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે લોકોએ પણ ઘર છોડતા પહેલા સાવધાની રાખવાની જરૂર ઊભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.