તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાય આપો:નવસારીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મીનો પરિવાર સરકારી સહાયથી વંચિત

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 3 પોલીસ કર્મીના પરિવારને સહાય અપાઇ, એક બાકી રહેતા રજૂઆત

નવસારી જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મી સ્વ. ઉમેશભાઈ મિશ્રાના પરિવારને હજી સુધી સહાય મળી નથી. કોરોના મહામારી સમયે ફરજ બજાવતા અવસાન પામેલા પોલીસ કર્મીઓના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરવામાં આવી છે. જેના‌ સંદર્ભમાં નવસારી જિલ્લાના ૩ પોલીસકર્મીના પરિવારજનોને સરકારી સહાયનો ચેક પણ આપવામાં આવ્યો છે પરંતુ તે ત્રણ પોલીસ કર્મીઓના અવસાન પહેલા મૃત્યુ પામેલા ઉમેશ મિશ્રાનો પરિવાર આજે પણ સરકારની સહાયથી વંચિત છે. આ બાબતે મૃતકના પરિવારજનોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે.

નવસારી જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અને એક કેસમાં બદલી કરવામાં આવ્યા બાદ પોલીસકર્મી ઉમેશ મિશ્રાની ડાંગ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. તેઓ દરરોજ નવસારીથી ડાંગ પોતાની ફરજ બજાવવા અપડાઉન કરતા હતા. જ્યાંથી તેમને ફરજ મોકૂફી મુખ્ય મથક કચ્છ પ્રશ્ચિમ ભુજ રાખવામાં આવેલ ‌હતો. તેઓ 4 ફેબ્રુઆરીથી 31 જુલાઈ 2020 સુધી ભુજ ફરજ મોકૂફી સ્થાન પર હાજર રહ્યાં હતા. તે દરમિયાન ઉમેશભાઈ મિશ્રાની તબિયત બગડતા કોરોના ટેસ્ટ કરાતા પોઝિટિવ આવતા તેમને નવસારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

સારવાર દરમિયાન પોલીસકર્મી ઉમેશભાઈ મિશ્રાનું 28મી ઓગસ્ટ 2020 અવસાન થયું હતું. આ બાબતે ઉમેશ મિશ્રાના પત્નીએ કોરોનાથી તેમના પતિનું મોત થયું હોવાની તમામ અરજીઓ તથા પ્રમાણપત્રો મોકલેલ હોવા છતાં કોઈપણ પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી તેમણે રાજ્યના મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી અને રાજ્યના પોલીસવડાને લેખિત રજૂઆત કરી સહાયની માંગ કરવામાં આવી છે.

ભાંગી પડેલા પરિવારને મદદ કરવા તાકીદ
પોલીસકર્મી સ્વ. ઉમેશ મિશ્રાનું ફરજ બજાવતા કોરોનાના કારણે અવસાન થયું હતું. તે બાબતે તમામ અરજી અને રજૂઆતો તેમની પત્નીએ કરી હોવા છતાં કોઈપણ પ્રકારની સહાયક કામગીરી કરવામાં નહીં આવી હોય જિલ્લા પોલીસવડા તુરંત કાર્યવાહી કરી સહાય અપાવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...