તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ઝામની તૈયારી:નવસારી જિલ્લામાં આગામી સમયમાં આવતી વાર્ષિક પરિક્ષાઓને લઈને શિક્ષણ વિભાગ કાર્યરત

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 % અભ્યાસક્રમના ઘટાડા સાથે 70 અભ્યાક્રમની પરીક્ષા લેવાની ત્યારી શરૂ થઈ

કોરોનાને લાદવામાં આવેલા લોકડાઉનથી શિક્ષણ વિભાગને વ્યાપક અસર થઈ છે, લોકડાઉનના સમયમાં તમામ શિક્ષણકાર્ય ઓનલાઇન કાર્યરત હતું અને બાળકો અને શિક્ષકોએ ઘરે બેસીને વીડિયો બનાવી અને જોઈને શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણની આ નવી પદ્ધતિ અપનાવવા શિક્ષકો અને બાળકોને પણ સમય લાગ્યો હતો, ત્યારે હવે જ્યારે ફરીવાર મુખ્યધારામાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં આવનારી વાર્ષિક પરીક્ષાઓના લઈને જિલ્લા શિક્ષણ વિભાગ કાર્યરત થયું છે અને રાજ્ય સરકારે જે 30 % અભ્યાસક્રમના ઘટાડા સાથે 70 અભ્યાક્રમની પરીક્ષા લેવાની ત્યારી શરૂ થઈ છે.

આગામી ૧૯ માર્ચથી ધોરણ 9થી 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. તો સાથે જ પ્રાથમિક વિભાગની પરીક્ષાઓ 15 તારીખથી શરૂ થશે. જેમાં લર્નિંગ લોક સર્વે કરવામાં આવશે, ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓને ઘરે બેસીને પેપર આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષાના પરિણામ ઉપરથી બાળકોને શિક્ષણ મેળવવાં માટે કેટલુ નુકસાન થયું છે તેનો તાગ મેળવાશે.

અન્ય સમાચારો પણ છે...