કાર્યવાહી:બોરીયાચ ટોલનાકે કારમાંથી 42 હજાર ના દારૂ સાથે ચાલક ઝબ્બે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ આઈજીની ટીમે કરેલી કાર્યવાહી
  • દારૂ ભરાવનાર અને મંગવનાર વોન્ટેડ જાહેર

નવસારીમાં રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઈવ ટીમ દ્વારા બોરીયાચ ટોલનાકેથી 42 હજારની વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી 2ને ફરાર જાહેર કર્યા હતા. ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહ્યાં છે. નવસારી વિભાગમાં વિદેશી દારૂની હેરફેર થતી અટકાવવા પ્રોહિબિશન ટીમ સુરત વિભાગના અહેકો યુવરાજસિંહ જુવાનસિંહ અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બોરીયાચ ટોલનાકે મુંબઇથી અમદાવાદ જતા રોડ પર કાર (નં. GJ-15-PP-6735) આવતા તેમાં તપાસ કરતા 42 નંગ વિદેશી દારૂની બાટલી કિંમત રૂ. 42000 મળી આવતા ચાલક સંદીપ વારલી (રહે. કરમબેલે, જિ.વલસાડ)ની અટક કરી હતી.

આ વિદેશી દારૂ કરમબેલે ગામના હરિશ પટેલ ઉર્ફે પપીયોએ ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું અને સચીનના મિકલ પટેલને સપ્લાય આપવાનો હોવાનું જણાવતા પોલીસે બન્નેને ફરાર જાહેર કર્યા હતા. ઘટના અંગે અહેકો યુવરાજ સિંહ જુવાનસિંહે ફરિયાદ આપતા ગ્રામ્ય પીઆઇ કે.એલ.પટની તપાસ કરી રહ્યાં છે. નવસારી િજલ્લામાંથી દારૂની હેરાફેરી પર બ્રેક લગાવવા પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...