છેતરપિંડીની ફરિયાદ:90 વોશિંગ મશીન લઇ નીકળેલો ટ્રક ચાલક બોરિયાચ નાકેથી ગુમ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તામિલનાડુથી MP ન પહોંચતા છેતરપિંડીની ફરિયાદ

રાજસ્થાનમાં રહેતા કૃષ્ણકુમાર શર્માએ ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓ અમદાવાદમાં આવેલા સિંગલ ટ્રાન્સ્પોર્ટ કોર્પોરેશનમાં છેલ્લા બારેક વર્ષથી મેનેજર તરીકે નોકરી કરૂ છું. તેઓએ કંપનીના કન્ટેનર (નં. GJ-01-DY-9799)ના ચાલક તરીકે અકરમ જાકર મેવન (હાલ રહે. ભાદસ ગામ, હરિયાણા, મૂળ રહે. ભરતપુર)ને તામિલનાડુથી 90 વોશિંગ મશીન કિંમત રૂ. 3.73 લાખ ભરી મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા.

એમના ટ્રાન્સપોર્ટની દરેક ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાવેલી હોય જેથી 23મી મે ના રોજ આ કન્ટેનરનું જીપીએસ લોકેશન ચેક કરતા સોલાપુર-કુલે હાઇવે પર જીપીએસ બંધ હોવાનું જણાયું હતું. જેથી ચાલક અક્રમને ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો. તેના સરનામે પણ જતા તે ઘરે ન હતો.

29મી મેના રોજ અક્રમ મેવાન સવારે ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના હાઈવે નં. 48 પર આવેલા ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગથી ટોલ ટેક્ષ કપાયેલાનો તેમની ટ્રાન્સ્પોર્ટની ઓફિસમાં કમ્પ્યૂટર ઉપર મેસેજ આવેલ જેથી તેઓ ગુજરાતમાં આવી બોરીયાચ ટોલપ્લાઝા તથા ને.હા.નં.48 પર આવેલ ટોલપ્લાઝા પર તપાસ કરતા તેમની કંપનીનું કન્ટેનર પસાર થયેલું હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

ચાલકનો ફોન પણ સ્વીચ ઓફ આવતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે દ્રાઈવર વિરુદ્ધ 90 વોશિંગ મશીન કિંમત રૂ.3.70 લાખ અને કન્ટેનર મળી કુલ રૂ.14.77 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...