અકસ્માત:ડમ્પરે બાઈકને અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે મોત

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાલેજના માયાતલાવડી પાસે બનેલી ઘટના

ગણદેવી નજીક આવેલા સાલેજના માયાતલાવડી ગામે ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બાઈકને અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે મૃત્યુa નીપજ્યું હતું. ઘટના અંગે ખબર પડતા પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.ગણદેવી તાલુકાનાં સાલેજ ગામે હીરાલાલ પાટીલ (ઉ.વ. 45) પરિવાર સાથે રહેતા હતા. તેઓ સાલેજ ગામે 17 વર્ષથી તબીબ તરીકે પ્રેકટીસ પણ કરતા હતા. શનિવારે બપોરનાં અરસામાં તેઓ પોતાની બાઈક લઈ ગણદેવી તાલુકાનાં સાલેજ ગામે પરત ફરી રહ્યા હતા. માયાતલાવડી પાસે ડમ્પરનાં ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવીને હિરાલાલ પાટીલની બાઈકને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને પહોંચેલી ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની જાણ ગણદેવી પોલીસને થતા ઘટનાસ્થળે જઈને લાશનો કબજો લઇને પીએમ કરવાની કાર્યવાહી કરી હતી. હીરાલાલ પાટીલ કોરોનાનાં કારણે તબીબ તરીકેની પ્રેકટીશ છોડી દીધી હતી. આ ઘટનાને પગલે પાટીલ પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. આ ઘટનાની ગણદેવી પોલીસે નોંધ લઇ વધુ તપાસ પીએસઆઈ પરાક્રમસિંહએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...