તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Dream Of Making Navsari A Smokeless District Was Dashed, People Who Did Not Get Cylinder Subsidy Started Using Stoves Again.

મોંઘવારીનો માર:નવસારી જિલ્લાને સ્મોકલેસ જિલ્લો બનાવવાનું સપનું રોળાયું, સિલિન્ડરની સબસિડી ના મળતા લોકોએ ફરી ચૂલાનો ઉપયોગ શરૂ કર્યો

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ગેસ સિલિન્ડરમાં સબસિડી ના મળતી હોવાની ફરિયાદ

આશીર્વાદરૂપ શરૂ કરેલ ગરીબો માટેની પ્રધાનમંત્રી ઉજવલા યોજના મોંઘવારી ના અજગરી ભરડા ને લઈને અભિશાપ બની ગઈ છે ત્યારે ગરીબો ફરી જુનવાણી પદ્ધતિએ ચૂલો ફૂંકતા થઈ ને સરકાર ની ઉજવલા યોજના થી નાખુશ થયા છે. જેમાં આદિવાસી પંથક ના ગરીબો માટે અસહ્ય મોંઘો ગેસનો બાટલો બજેટ ખોરવી ને બેઠો હોય એમ હવે લોકો સરકાર પાસે મોટી રાહત મળે એવી રજુઆત કરી રહ્યા છે.

નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટા પર વસતા ગરીબો ના આરોગ્ય ની ચિંતા કરીને સ્મોકલેશ જિલ્લો બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂની પ્રદુષણ ફેલાવતી ચૂલા પ્રથા બંધ થાય તે માટે દરેક ના ઘરો માં પ્રધાન મંત્રી ઉજવલા યોજના અંતર્ગત ગેસ ના ચૂલાઓનું વિતરણ કર્યું હતું.

જેના કારણે ધુમાડો ન થાય અને ગરીબો ને ધુમાડા થી થતું નુકશાન અટકાવી શકાય સાથે વાતવરણ માં પણ પ્રદુષણ ફેલાતું અટકી શકે પણ ગરીબો ને સરકારે બતાવેલું સ્વપ્ન બેફામ મોંઘવારી એ અટકાવી દીધું છે અને હાલ ગરીબ આદિવાસીઓ ચૂલા પર રસોઈ કરવા મજબૂર બન્યા છે. રાંધણ ગેસ નો કુદેલો ભાવવધારો ગરીબો માટે આફત બનતા રાંધણ ગેસ નો વિરોધ શરૂ થઈ ગયો છે સાથેજ રાશન માં મળતું કેરોસીન પણ બંધ થતા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલો મજબૂરી વશ વિકલ્પ બન્યો છે. લાંબા સમયથી ઉ્જજવલા યોજનાના લાભાર્થીને ગેસ સિલિન્ડરની સબસિડી પણ ના મળતી હોવાની ફરિયાદો ઉઠી છે.વર્ષ 2017ની સાલમાં નવસારી જિલ્લો એ પ્રથમ સ્મોકલેશ વિલેજ બનાવવામાં આવ્યું હતું. ધુમાડા રહિત જિલ્લો બનાવવા સરકાર ની અથાગ મહેનત આખરે રંગ લાવી અને ગામડે ગામડે પ્રધાનમંત્રી ઉજવલા યોજના માં સફળતા ના શુરો તંત્ર ઉમેરતું રહ્યું છે ત્યારે યોજના તો પાર પડી ગઈ પરંતુ ગરીબો મોંઘવારી સામે ઘૂંટણિયે પડીને યોજનાને નિષ્ફળ માની રહ્યા છે આવા વિકાસ સામે આદિવાસી ગરીબો અવિકસિત દિશાઓ પકડી ને પ્લાસ્ટિક અને લાકડા ના સહારે ચૂલા પર રસોઈ કરી રહ્યા છે.

ત્યારે તંત્ર યોજના ની વાહવાહી કરીને સંતોષ માની ને જમીની હકીકત સામે આંખ આડા કાન કરી રહ્યા છે. વાંસદા તાલુકામાં 21 હજારથી વધુ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી લેવામાં આવ્યો હતો પરંતુ હાલની પરિસ્થિતિમાં સરકાર ગરીબોને નથી આપી રહ્યું કેરોસીન કે પછી નથી આપી રહ્યાં સબસીડી વાળા સિલેન્ડર. જેથી ગરીબ આદિવાસી લોકોના ઘરોમાં નિરાશાનો ધુમાડો નીકળી રહ્યો છે.સ્થાનિક મહિલા રોશનીબેનના કહેવા મુજબ મોંઘવારીમાં બાટલો ક્યાંથી ભરાવીએ હાલમાં આર્થિક પરિસ્થિતિ નાજુક છે ત્યારે ઘરમાં કમાનાર એક જ પપ્પા છે ત્યારે હાલમાં અમે ફરીવાર ચૂલા પર રસોઈ કરીએ છીએ એટલે ધુમાડો તો થાય અને આંખમાં પણ બળે છે પણ શું કરીએ મજબૂરી છે. આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ યાદવના જણાવ્યા મુજબ તેમને બાટલ ભાવ વધારા ને લઈને કોઈ ફરિયાદ મળી નથી અને જો ગ્રામ્ય વિસ્તાર માં ગેસના બોટલના ભાવ વધારાનો કોઈ પ્રશ્ન હશે તો અમે સમસ્યાના નિવારણ માટે પ્રયત્ન કરીશું

અન્ય સમાચારો પણ છે...