રેસક્યુ:ઘરનો દરવાજો અંદરથી લોક થઇ જતા બે બાળક ફસાઇ ગયા

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર ફળિયામાં આવેલ એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના
  • ફાયર િબ્રગેડના જવાનોએ રેસક્યુ કરી બંધ દરવાજો ખોલ્યો

નવસારીના પાર ફળિયામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પતિ-પત્ની તેમના બે બાળકો સાથે રહે છે. જેમાં એક બાળક દિવ્યાંગ છે. પતિ-પત્ની તેમનું કામ હોય દરવાજો બંધ કરી ઘરની બહાર ગયા હતા. તે દરમિયાન અંદરથી બારણું લોક થઈ ગયું હતું. જેથી પતિ-પત્ની ઘરે પરત આવી દરવાજો ખોલવા માટે પ્રયત્નો કર્યા હતા પણ બારણુ અંદરથી લોક હતું. ખોલવા માટે બૂમો પાડવા છતાં કોઈ જવાબ નહીં મળતા હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો. તેમણે તુરંત નવસારી ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો.

ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. તેઓએ એપાર્ટમેન્ટના બીજા માળે ગયા અને ત્યાંથી દોરડા મારફતે પહેલા માળે આવ્યા હતા. ગેલેરી ખુલ્લી હોય ઘરમાં પ્રવેશ કર્યો અને અંદરથી લોક થયેલું બારણું ખોલ્યું હતું. પતિ-પત્ની પોતાના દિવ્યાંગ બાળકને લઈ ચિંતામાં હતા પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ બારણુ ખોલતા તેમને હાશ થઈ હતી. દંપતીએ નવસારી ફાયર બ્રિગેડનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...