વરસાદ:જિલ્લામાં શુક્રવારે નવસારીમાં 25, વાંસદામા 34 મિમી વરસાદ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવસમાં વરસાદી ઝાપટા, ભેજનું પ્રમાણ 92 ટકા

નવસારી જિલ્લામાં ગુરુવારે સાર્વત્રિક સારો વરસાદ પડ્યાં બાદ શુક્રવારે ગતિ ધીમી પડી હતી. જોકે નવસારી પંથકમાં 24 કલાકમાં વધુ 1 ઈંચ પડ્યો હતો.નવસારી જિલ્લામાં બુધવાર રાત્રિથી ગુરૂવાર સાંજ સુધીમાં સાર્વત્રિક સારો વરસાદ પડ્યો હતો, ત્યારબાદ ગુરૂવારે સાંજે 6 વાગ્યા બાદ રાત્રે પણ જિલ્લાના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા. જોકે ગતિ ધીમી થઈ હતી.

શુક્રવારે નવસારી સહિત જિલ્લામાં વાતાવરણ વાદળછાયું તો રહ્યું પણ વરસાદ સાંજ સુધીમાં વધુ પડ્યો ન હતો. શુક્રવારે સાંજે 6 વાગ્યા પુરા થતા 24 કલાકમાં તાલુકાવાર વરસાદના આંક જોતા નવસારીમાં 25 મિમી, જલાલપોરમાં 19 મિમી, ગણદેવીમાં 14 મિમી, ચીખલીમાં 16 મિમી, ખેરગામમાં 13 મિમી અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 34 મિમી નોંધાયો હતો. નવસારી શુક્રવારે દિવસ દરમિયાન તાપમાન નીચું રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 92 ટકા અને બપોરે પણ 97 ટકા જેટલું વધુ રહ્યું હતું.

નવસારી ગરનાળામાં પાણીથી હાલાકી
નવસારી શહેરમાં પૂર્વથી પશ્ચિમ તરફ જવા રેલવે ફાટક બંધ રહેવાની સ્થિતિમાં રેલવે ગરનાળુ ઉપયોગી બનતું રહ્યું છે. જોકે હાલ થોડો જ વરસાદ પડતાં ગરનાળામાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ જાય છે. પાણીનો ભરાવો નહીં થાય યા તુરંત નિકાલ નહીં કરાતા મોટી સંખ્યામાં વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...