નવસારી કોરોના LIVE:જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 157 નવા કેસ નોંધાયા, 76 કેસ માત્ર નવસારી શહેરના

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં દોઢ મહિનામાં 1416 વિદેશથી આવ્યાં, 419 હાઈરીસ્ક દેશોમાંથી, 997 અન્ય દેશોમાંથી

નવસારી જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 157 નવા કેસ નોંધાયા હતા, જેમાં 76 કેસ તો નવસારી શહેર તાલુકાના જ હતા. દરરોજ ત્રીજી લહેરમાં કોરોનાના કેસોનો રેકર્ડ તૂટી રહ્યો છે.જેમાં ગુરુવારે તો દોઢસોનો આક વટાવી 157 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. એમાંય લગભગ અડધા કેસ 76 તો એકલા નવસારી શહેર અને તાલુકામાં જ હતા. આ કેસોમાં વિજલપોરના 2 વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. જે કેસો નોંધાયા છે તેમાં 18 વર્ષથી નીચેના 11 વિદ્યાર્થી અને 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનોનો પણ સમાવેશ થાય છે. 136 કેસ 18થી 60 વર્ષ વચ્ચેની વયના લોકોના હતા. વધુ 157 કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 8221 ઉપર પહોંચ્યો હતો.

દોઢ મહિનામાં 1416 વિદેશથી આવ્યાં, 419 હાઈરીસ્ક દેશોમાંથી, 997 અન્ય દેશોમાંથી
નવેમ્બરના અંતથી એનઆરઆઈઓ આવવાની શરૂઆત થઈ જાય છે, જે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ આવતા રહે છે. નવસારી જિલ્લામાં આ સમય દરમિયાન (દોઢ મહિનામાં) 1416 જેટલા એનઆરઆઈ આવ્યાની જાણકારી છે. જેમાં ઓમિક્રોન હાઈરીસ્કમાં મૂકાયેલા દેશોમાંથી જ 419 તો આવ્યાં હતા. જેમાંથી 2 જણાંનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોનની ચકાસણી કરાઈ હતી, જે નેગેટિવ આવ્યા હતા. હાઈરીસ્ક સિવાયના દેશોમાંથી પણ 997 જણાં આવ્યાં છે, જોકે હજુ કોઈ કેસમાં ઓમિક્રોન હોવાનું સત્તાવાર રીતે ફલિત થયું નથી.

હાઈરીસ્ક દેશોમાંથી આવેલા 3 જણાનો રિપોર્ટ બાકી
ઓમિક્રોન માટે હાઈરીસ્ક ગણાયેલા દેશોમાંથી જિલ્લામાં આવેલા વધુ 3 જણાંના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાં ગણદેવી તાલુકાના 2 અને વિજલપોરનો 1 છે. આ ત્રણેયના સેમ્પલ ઓમિક્રોન વેરિયન્ટની ચકાસણી માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જોકે તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
વિદેશીઓની આવાગમન વચ્ચે મોટી રાહત

એક્ટિવ કેસ 625 થયા
કોરોનાની સારવાર લેતા 50 દર્દીઓ રિકવર પણ થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 7396 થઈ હતી. એક્ટિવ કેસની સંખ્યા 600 ને પાર કરી 627 ઉપર પહોંચી હતી. જોકે તેમાં થોડા જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે,મહત્તમ હોમ આઇસોલેશનમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...