તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:જિલ્લામાં આજે જાહેરનામામાં વધુ છૂટછાટ અપાવાની શક્યતા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે કોરોનાના કેસ ખૂબ જ ઘટી ગયા છે

નવસારીમાં 26મીએ સવારે કરફ્યૂ સહિતના જાહેરનામાની મુદત પૂરી થાય છે ત્યારે 25મીના નવા જાહેરનામમાં થોડી વધુ છૂટછાટની શકયતા જોવાઇ રહી છે. કોરોનાની બીજી લહેરમાં પણ નવસારી જિલ્લા વહીવટીતંત્ર પ્રતિબંધો સંબંધે જાહેરનામું બહાર પાડતું રહ્યું છે. જોકે બીજી લહેરમાં નવસારી શહેર અને તેની સિવાયના જિલ્લાના વિસ્તારો માટે અલગ અલગ જાહેરનામુ બહાર પડતું રહ્યું છે.

છેલ્લે 11મી થી 26 જૂન સવારે 6 વાગ્યા સુધીનું જાહેરનામુ બહાર પડ્યું હતું,જેની મુદત પૂરી થઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો ઘટતા ક્રમશઃ છૂટછાટ અપાતી રહી છે. આમ છતાં હજુ નવસારી શહેરમાં રાત્રિ કરફ્યૂ જારી છે. દુકાનોનો સમય સાંજે 7 સુધી જ છે.લગ્નમાં 50 જણા, અંતિમવિધિમાં 20 જણાની મર્યાદા જ છે. અન્ય પણ કેટલાક પ્રતિબંધ જારી છે.

આ સ્થિતિ વચ્ચે હવે છેલ્લા જાહેરનામા બાદ 15 દિવસમાં કોરોનાની સ્થિતિ વધુ સુધરી છે. જેને લઈ કરફ્યૂ, દુકાનોના સમય સહિત કેટલાક પ્રતિબંધોમાં વધુ છૂટછાટની આશા રખાઈ રહી છે. આ અંગે 25મીએ સરકારની ગાઈડલાઈન આવવાની અને આગામી સમયનું જિલ્લાનું જાહેરનામું બહાર પડશે.

અન્ય સમાચારો પણ છે...