તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશુદ્ધ નદી:પૂર્ણા નદી પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવાનો વર્ષો પહેલા લેવાયેલો નિર્ણય અભરાઇએ ચઢ્યો, લોકોમાં આક્રોશ

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકમાતા પૂર્ણામાં વર્ષોથી ગટરનું પાણી મિક્ષ થતા થઈ રહી છે દૂષિત

નવસારી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતા ગટરના ગંદા પાણીને ટ્રીટ કરીને ચોખ્ખું કર્યા બાદ પૂર્ણા નદીમાં છોડી શકાય તેને લઈને એક યોજના અમલી બનાવવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત 75 કરોડનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખી લોકમાતા પૂર્ણા નદીને દૂષિત થતી બચાવવા માટે કારગર નિર્ણય કરવામાં આવ્યો હતો. પણ તેની અમલવારી ન થતા નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી અનેક વર્ષોથી ગટરના પાણી ભેળવવાથી દૂષિત થઇ રહી છે.

ગટરનું ગંદુ પાણી મિક્સ થતા પૂર્ણા નદીએ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યું વિરાવળ પાસે આવેલી પૂર્ણા નદી પાસેની જગ્યામાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે. પણ નિર્ણય શક્તિનો અભાવને કારણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કાર્યરત થઈ શક્યો નથી. બંદર રોડ તથા વિરાવળ પાસેના સ્મશાનભૂમિના પાછળ નદીમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થતા પૂર્ણા નદીએ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યું હોય તેમ પાણીનો રંગમાં પણ તફાવત જોવા મળે છે.

પૂર્ણા નદીનું પાણી જમીનના જળસ્તરમાં પણ ઉતરે છેશહેરના વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સી.પી.નાયકના જણાવ્યા મુજબ સત્તાધીશો વર્ષોથી પૂર્ણા નદીને પ્રદુષિત થતી અટકાવવા અસફળ રહ્યાં છે. જે પૂર્ણા નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે તે આજુબાજુના ખેડૂતો ખેતી અને વપરાશમાં લે છે. તેઓને આરોગ્યલક્ષી મુસીબતોનો સામનો કરવો પડે છે.

પૂર્ણા નદીનું પાણી જમીનના જળસ્તરમાં પણ ઉતરે છે. જેથી જે લોકો બોર ધરાવે છે એમાં પણ આ પ્રદુષિત પાણીના અંશો આવતા જોવા મળ્યા છે. જેથી હાલમાં ચૂંટાયેલા શાસકો પૂર્ણા નદી પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વહેલી તકે બનાવી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરને એક અદભૂત ભેટ આપે તે જરૂરી છે.વહેલી તકે પૂર્ણાં નદીને પ્રદુષિત થતી બચાવશેનવસારી વિજલપુર નગરપાલિકાના પાલિકા પ્રમુખ જીગીશ શાહને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અમલીકરણ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે ગત વર્ષમાં કોરોના સાથે જ નુડાનો પ્રશ્ન હતો. જેને લઇને અમે ઘણા બધા હરડલ્સ પાર કરીને હવે પૂર્ણા નદી પર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યાં છે. સાથે જ કબીલપોર વિસ્તારમાં આવેલી અનેક કેમિકલ ફેક્ટરીઓનું દૂષિત પાણી પણ સીધું જ નદીમાં ભેળવવામાં આવે છે.

જેને લઇ આવી પ્રદુષણ ફેલાવતી કંપની વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી થશે તેવી વાત પાલિકા પ્રમુખે કહી છે. સાથે જ આ 75 કરોડની યોજનામાં રી ટેન્ડરિંગ કરવામાં આવશે. અને વહેલી તકે પૂર્ણાં નદીને પ્રદુષિત થતી બચાવશે.કંપનીઓનું વેસ્ટ પણ પૂર્ણા નદીમાં ભળી પાણીને ઝેરીલુ બનાવે છે પર્યાવરણવિદ કનુભાઈ સુખડિયાના જણાવ્યા અનુસાર નવસારી શહેર પૂર્ણા નદીના કિનારે વસ્યું છે. જેમાં નવસારી નગરપાલિકાનું ગંદુ ગટરિયું પાણી નદીમાં ભળીને તેને દુષિત કરે છે. જેથી પાંચ-સાત વર્ષ પહેલા જીપીસીબી દ્વારા પાલિકાને નોટિસ આપીને આ ગંદુ પાણી અટકાવવા સાથે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવવા માટે માટે સૂચન કર્યું હતું. છતાં પણ આજદિન સુધી પૂર્ણા નદીના કિનારે સુએઝ ટ્રીટમેંટ પ્લાટ બન્યો નથી. નવસારીના આજુબાજુ વસેલી કેમિકલ કંપનીઓનું વેસ્ટ પણ પૂર્ણા નદીમાં ભળીને નદીને ઝેરીલી બનાવી રહ્યાં છે. જેથી આ પ્રવૃત્તિ અટકે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...