અકસ્માત:ડમ્પરે બાઇકને અડફેટે લેતા વૃદ્ધનું મોત તો એક ગંભીર

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી સ્વામિનારાયણ મંદિર પાસેની ઘટના

નવસારીના ગ્રીડ સ્વામિનારાયણ મંદિર પાસે રોડ પર જતા ડમ્પરે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત થયુ હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા થઇ હતી. આ ઘટનાની પીએસઆઈ યોગેશદાન ગઢવી તપાસ કરી રહ્યા છે. નવસારીના ગણદેવી તાલુકાના ખાપરિયા ગામે રહેતા બીતેશ મગાભાઈ હળપતિએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના પિતા મંગાભાઈ ઢેડિયાભાઈ હળપતિ (ઉ.વ. 65) તેમના મિત્ર અજય હળપતિ સાથે તેમની બાઇક (નં. GJ-21-AF-7767) લઈને ચોવીસી ગામની હદમાં અમદાવાદથી મુંબઈ જતા ને.હા.નંબર 48 ગ્રીડ ઓવરબ્રિજ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થતા હતા.

દરમિયાન પાછળથી ડમ્પર (નં. GJ-21-Y-0448)ના અજાણ્યા ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. જેને પગલે બાઈક પર સવાર મંગાભાઇ અને અજય રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાતા મંગાભાઈને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા અજય હળપતિને પણ ગંભીર ઇજા પહોંચી હતી. ડમ્પર ચાલક અકસ્માત કરી અકસ્માત સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ બનાવની પીએસઆઇ યોગેશદાન ગઢવી તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...