તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રાની પૂર્ણાહુતિ:12 માર્ચથી શરૂ થયેલી દાંડીયાત્રાનું આજે ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં સમાપન

નવસારી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં દાંડીયાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં દાંડીયાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો
 • સોશિયલ ડીસ્ટંસ સાથે સમાપન કાર્યક્રમનું આયોજન કરાયું
 • સાબરમતીથી દાંડીની 26 દિવસની યાત્રાના સમાપન સમારોહમાં 91 વર્ષ પૂર્વેની ઐતિહાસિક ક્ષણને વાગોળાઇ
 • નવા ભારતના નિર્માણ માટે આ દાંડીયાત્રા થકી ગુજરાત ફરી એકવાર દેશનંુ માર્ગદર્શક બની રહેશે : મુખ્યમંત્રી રૂપાણી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ ગત 12 માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે 6 ઍપ્રિલે દાંડીમાં ઉપરાષ્ટ્રપતિજીઍ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાનું આજે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. તેમણે તારસ્વરે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશના અનેક વીર સપૂતોઍ આપેલા બલિદાનના ગાથાઓ નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે.

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમારોહમાં હાજર રહ્યા
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમારોહમાં હાજર રહ્યા

દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ નાયડુઍ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, સાબરમતી આશ્રમ ખાતેથી શરૂ થયેલી દાંડી યાત્રા માત્ર પદયાત્રા નહોતી. પણ, ઍ વખત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે નવી જનચેતના જાગૃત કરવા માટેનું અભિયાન હતું.

દાંડી યાત્રામાં સમગ્ર ભારતભરમાંથી નાગરિકો તે વખતે જોડાયા હતા. આ ઉપરાંત, દેશના વિવિધ પ્રાંતમાં પણ નમકના કાયદાના સવિનય ભંગના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં કસ્તુરબા, સરોજીની નાયડું, રમાદેવી, સરસ્વતી દેવી જેવી વિરાંગનાઓ પણ જોડાઇ હતી. રાષ્ટ્રભાવ અને સ્વતંત્રતાનો જુવાળ જાગ્યો હતો. અંગ્રેજો પાસેથી સ્વાધિનતા મેળવવા માટે નાગરિકોને આ દાંડી યાત્રાઍ નવી દિશા આપી હતી.

ગાંધીજીઍ પોતાની આ યાત્રા દરમિયાન વચ્ચે આવતા ગામોમાં થતી સભાઓમાં નાગરિકોને સ્વાધિનતા, સ્વચ્છતા, અસ્પૃશ્યતા અને સ્વદેશીની હિમાયતનો સંદેશ આપતા હતા. ગાંધીજી પાસેથી કટુભાવ ન રાખવાથી પણ શીખ લેવા જેવી છે. મહાત્મા ગાંધીઍ લોર્ડ ઇરવીનને લખેલા પત્રનું ઉદાહરણ આપતા ઉપરાષ્ટ્રપતિઍ ઉમેર્યું કે, તેમણે પત્રમાં લોર્ડ ઇરવીનને મિત્રનું સંબોધન કર્યું હતું. આ વાત રાજનીતિમાં આજે પણ ઍટલી જ પ્રસ્તુત છે. અત્યારે રાજકારણમાં ઍ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે રાજનેતાઓ વચ્ચે મતમતાંતર હોઇ શકે પણ તે ભારતીય છે જેથી રાજનેતાઓમાં દુશ્મનાવટ ના હોવી જોઇઍ. લોકતંત્રમાં ભાષા અને શબ્દોની પસંદગી પણ ગરિમામય હોવી જોઇઍ. આ જ લોકશાહીના મૂલ્યો છે. -

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના સાબરમતીથી પ્રારંભાયેલી દાંડી યાત્રા થી કરવા બદલ ભારત સરકારનો સૌ ગુજરાતીઓ વતી આભાર વ્યકત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઍ દાંડી યાત્રા ના સમાપન સમારોહ દરમિયાન દાંડી ખાતેથી ચપટી મીઠું ઉપાડીને બ્રિટીશ રાજના પાયા હચમચાવી નાખનારા પુ.બાપુને શબ્દાંજલિ અર્પી હતી.

ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે, ગાંધીજીએ પોતાની આ યાત્રા દરમિયાન વચ્ચે આવતા ગામોમાં થતી સભાઓમાં નાગરિકોને સ્વાધિનતા, સ્વચ્છતા, અસ્પૃશ્યતા અને સ્વદેશીની હિમાયતનો સંદેશ આપતા હતા. ગાંધીજી પાસેથી કટુભાવ ન રાખવાથી પણ શીખ લેવા જેવી છે. ગાંધીજીના સપનાના ભારતમાં માત્ર આઝાદી જ નહોતી, સ્વરાજની હતી. તેઓ એવું સ્પષ્ટ માનતા હતા કે, જ્યાં સુધી ગરીબોનો સર્વાંગી વિકાસ ના થાય ત્યાં સુધી સ્વતંત્રતા અપૂર્ણ છે. જેવા લાભો શ્રીમંતોને મળે છે, એવા લાભો ગરીબોને ના મળે ત્યાં સુધી આઝાદી અધુરી છે. આ ખાઇ દૂર કરવા માટે આત્મનિર્ભર બનવું પણ જરૂરી છે. આજે દેશ અને રાજ્યની સરકારો ગરીબોના કલ્યાણ માટે સારૂ કામ કરી રહી છે.

આઝાદી બાદ દેશએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ વિકાસ કર્યો છે. ગરીબોનું કલ્યાણ, માર્ગો, વીજળી, સંચાર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, પ્રાદ્યોગિક બાબતોમાં ભારતે પ્રગતિ કરી છે. તેના માટે આપણે સૌ ગૌરવ લઇ શકીએ છીએ. આપણા દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોના વિરોધી રસી વિશ્વના બાવન દેશોને આપીને આપણે વસુંધૈવ કુટુંમ્બકમની ભાવનાનો પરિચય આપ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે ભારતની નવી પેઢીને સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસથી અવગત કરાવીને, નવા ભારતના નિર્માણ માટે દિશા ચિંધનારા આ કાર્યક્રમને કારણે ફરી એકવાર ગુજરાત દેશનુ માર્ગદર્શક બનશે.

મુખ્યમંત્રીએ પુ.ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ગુજરાતના સપૂતોએ સ્વાધીનતા સંગ્રામમા આપેલા યોગદાન બાદ, ભારતના આ ભવ્ય ઈતિહાસને ફરીથી ઉજાગર કરનારા ગુજરાતના વધુ એક સપુત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ઇન્ડિયા, સ્વદેશી અને સદભાવના જેવા અભિયાનોને કારણે ભારતને વિશ્વ ગુરુ બનાવવાની દિશામા કાર્યારંભ થઇ રહયો છે, તેમ જણાવ્યુ હતુ.

ઉપરાષ્ટ્રપતિનો વિઝીટર બુકમાં મેસેજ
ઉપરાષ્ટ્રપતિનો વિઝીટર બુકમાં મેસેજ

આ પ્રસંગે મુખ્ય સચિવ અનિલ મુકીમ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી સુદર્શન આયંગર, સાંસદસભ્યો, ધારાસભ્યો, જિલ્લા/તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા વરિષ્ઠ સનદી અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે જ એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. તેમાં ગુજરાત ઉપરાંત, સિક્કીમ તથા છત્તીસગઢના કલાકારોઍ પણ ભાગ લીધો હતો. મહાનુભાવોએ ગુજરાતની કલાને રજૂ કરતા અને જીઆઇ ટેગ મેળવનારી કલાનું પોસ્ટલ કવરનું વિમોચન કર્યુ હતું.

માજી જિલ્લા પ્રમુખનો પાસ ન હોવાથી નાે એન્ટ્રી
નવસારીના માજી જિલ્લા પ્રમુખ અમિતાબેન પટેલ પાસે સભામાં વીઆઇપી ગેટથી પ્રવેશવા પાસ ન હોવાને કારણે તેમને આશરે 1 કલાક સુધી સભા સ્થળની બહાર બેસી રહેવું પડ્યું હતું. ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાભાઇ શાહે પ્રવેશ દ્વાર પર હાજર પોલીસકર્મીઓ સાથે વાતચીત પણ કરી હતી. જોકે પોલીસકર્મીઓને પાસ વગર કોઇપણ કાળે પ્રવેશ નહીં આપવાની સૂચના હોવાને કારણે પ્રવેશ આપ્યો ન હતો. આ વાતની જાણ પ્રાંત અધિકારી તુષાર જાનીને થતા તેમણે જાતે ગેટ પર જઇને માજી પ્રમુખને પ્રવેશ અપાવ્યો હતો.

સહાયક સ્ટાફને દાંડી યાત્રિકોથી અલગ બેસાડાયા
12 માર્ચેથી અમદાવાદ ખાતેથી શરૂ થયેલી દાંડીયાત્રામાં 81 પદયાત્રીઓ સાથે સહાયક સ્ટાફ પણ જોડાયો હતો. પદયાત્રીઓ સાથે સતત ચાલતા આવેલ સ્ટાફની અવગણના કરીને અલગ બેસાડાયા હતા.

દાંડીયાત્રામાં જોડાયેલા બિહારના યાત્રિકોને પ્રથમ હરોળમાં ન બેસાડાયા
બિહારના દાંડી-ગઢપૂરાથી આવેલ 8 યાત્રિકો દેલાડથી દાંડીયાત્રામાં જોડાયા હતા. રાજીવ કુમાર અને તેમના સાથીઓ વર્ષ 2012થી બિહારના દાંડી-ગઢપૂરા ખાતે દાંડીયાત્રાનું આયોજન કરે છે. આ પહેલા તેઓ 3 વખત દાંડી આવી ચૂક્યા છે. દાંડીયાત્રામાં જોડાવા માટે તેમણે પીએમઓ, પ્રવાસન મંત્રાલય, બિહાર પ્રવાસન મંત્રાલય, સીએમઓ ગુજરાતને ફેક્સ, મેલ અને પોસ્ટ દ્વારા પણ જાણ કરી હતી, જોકે કોઇપણ જગ્યાએથી કોઇ જવાબ આવ્યો ન હતો. પાસ બનાવેલ ન હોવાને કારણે દેલાડથી જોડાયેલા યાત્રિકોને સમાપનના દિવસે પાછળની હરોળમાં બેસાડાયા હતા.

પ્રેમસિંહ તમાંગ, મુખ્યમંત્રી, સિક્કિમ
પ્રેમસિંહ તમાંગ, મુખ્યમંત્રી, સિક્કિમ

સાચી શક્તિ પ્રબળ ઇચ્છા અને મનોબળથી આવે છે
શક્તિ માત્ર શારીરિક બળથી નથી આવતી. સાચી શક્તિ પ્રબળ ઇચ્છશક્તિ અને મનોબળથી આવે છે. આજે આપણે સૌએ દેશની અંખડિતતા, સંપ્રભૂતા અને સ્વતંત્રતા અક્ષુણ રાખવા માટે સૌએ પ્રતિબદ્ધ થવાનો અવસર છે. આ અવસર આઝાદીનો અમૃત મહોત્સવ પૂરો પાડે છે. દાંડીયાત્રાએ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થવા માટે તે વખતે નાગરિકોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. આ વખતની યાત્રા ભારતનું ગૌરવગાન કરવાની છે. > પ્રેમસિંહ તમાંગ, મુખ્યમંત્રી, સિક્કિમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો