તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદી કા અમૃત મહોત્સવ:સાબરમતીથી નીકળેલી દાંડીયાત્રા તેના અંતિમ પડાવના નવસારી જિલ્લામાં પહોંચી, યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

નવસારી18 દિવસ પહેલા
 • વાડાથી આગળ વધી દાંડીયાત્રા સાંજે નવસારી શહેરમાં પ્રવેશ કરશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતીથી નીકળેલી દાંડીયાત્રા તેના અંતિમ પડાવના નવસારી જિલ્લામાં આવી પહોંચી છે. જિલ્લાના બોર્ડર વાડાગામમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરીને તમામને આવકાર્યા હતા.

મહારાષ્ટ્રની ઓળખ સમાં લેઝિમ સંગીત દ્વારા તમામ દાંડી યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તમામને અલ્પાહાર વ્યવસ્થા કર્યા બાદ સાંજે યાત્રિકો શહેરમાં પ્રવેશ મેળવશે.ગાંધીજીની દાંડીયાત્રાથી સાદગીપૂર્ણ વેગળી આધુનિક દાંડીયાત્રા જિલ્લામાં પ્રવેશી છે .સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સહિત ગાંધીનગરનું ડેલિગેશન આ યાત્રાના આયોજનમાં અને તેને આવકારવામાં નવસારી પહોંચ્યું છે. આયોજનમાં કોઇ કચાશ ન રહે તે માટે કલેક્ટર સહિતના અધિકારીઓ આ યાત્રાના સફળ આયોજનમાં કાર્યરત બન્યા છે.

વાડાથી આગળ વધી દાંડીયાત્રા ધામણ ગામ પહોંચ્યા બાદ ત્યાં બપોરનું જમણ લઈને આરામ કરશે. ત્યારબાદ દાંડીયાત્રા સાંજે નવસારી શહેરમાં પ્રવેશ કરશે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ હજાર રહી એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં યાત્રિકો માટે રાત્રિરોકાણનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો