તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમાકુના સેવનના કારણે ભારતમાં દર વર્ષે 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુદર ઘટાડવા અને લોકો વ્યસનમુક્ત જીવન જીવી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવા સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે ફેઈથ ફાઉડેશનો સતત પ્રયત્નશીલ રહેતી સંસ્થા છે. વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ફેઈથ ફાઉડેશન દ્વારા સાઇકલ યાત્રા Ride for Tobacco Free Generation કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાઇકલ યાત્રાનો તા. 1લી ફેબ્રુઆરી, 2021ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાયકલ યાત્રા આજે નવસારી ખાતે આવી પહોંચશે અને દાંડી બીચ ખાતે આ યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવશે. આ સાથે જ દાંડી બીચને ટોબેકો ફ્રી ટુરિસ્ટ દાંડી તરીકે જાહેર કરાશે.
ફેઈથ ફાઉન્ડેશનના સાયકલ વીર અક્ષય અગ્નિહોત્રી અને પવન ગિરીએ ટોબેકો મુક્ત રાજ્યનું સ્વપ્ન લઇને અમદાવાદથી નવસારી આવી રહ્યાં છે. યાત્રાનો પ્રારંભ અમદાવાદના સાબરમતી આશ્રમથી કર્યો હતો. આ બાદ યાત્રા જેતલપુર, માતર, બોરસદ, ડભાસા, ભરૂચ, સુરત સુધીની યાત્રા સફળતાપૂર્વક કરી સાઇકલ યાત્રીઓ નવસારી દાંડી બીચ પર પહોચવાના છે. ફેઇથ ફાઉન્ડેશનની સાથે આ યાત્રામાં આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, નવસારી NYKSનો સહકાર મળ્યો છે.
આ દરેકના સહકારથી દાંડીને ટોબેકો ફ્રી જાહેર કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને દાંડીને ટોબેકો ફ્રી ટુરિસ્ટ દાંડી બીચ તરીકે જાહેર કરાશેેે. જન - જાગૃતિ લાવવા સ્વૈચ્છિક કાર્યકર્તાઓ દ્વારા શેરી નાટક પણ રજૂ કરાશેે. આ સાથે જ 2030 સુધીમાં ટોબેકો ફ્રી જનરેશન બનાવવા સંસ્થા 4 ફેબ્રુઆરીથી શરૂ કરી 31મી મે એટલે “વર્લ્ડ નો ટોબેકો ડે સુધીમાં ગુજરાત રાજ્યની તમામ શાળાઓ ટોબેકો ફ્રી એડ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ જાહેર કરવા માટેની જુંબેશ હાથ ધરાશે.
યંગસ્ટર્સને તમાકુથી દૂર રાખવાનો મુખ્ય હેતુ છે
અમે વર્લ્ડ કેન્સર દિવસથી લઇને વર્લ્ડ નો ટોબેકો દિવસ સુધી રાજ્યની દરેક શાળાની આસપારમાં તમાકુ કે સિગારેટ જેવી વસ્તુઓ વેચાણ ન થાય તે માટે ઝુંબેશ હાથ ધરીશું. આ સાથે યંગ જનરેશન તમાકુ અને સિગારેટ જેવી નુકશાન પહોંચાડનાર વસ્તુથી દુર રાખવાનો અમારો મુખ્ય ધ્યેય છે. > સુઝન સેમસન, પ્રોગ્રામ ડાયરેક્ટર, ફેઈથ ફાઉન્ડેશન
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.