તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટે હુકમ:નવસારી ખાટકીવાડની મસ્જિદને સીલ કરવાનો કોર્ટે હુકમ કર્યો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે પક્ષનો આંતરિક વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી બંધ

નવસારીમાં ખાટકીવાડ ખાતે મસ્જિદ આવેલી છે. જેમાં નવસારીના ટ્રસ્ટીઓ અને વડોદરા ખાતે રહેતા ટ્રસ્ટી સંચાલન કરાતું હતું. આ મસ્જિદમાં દરગાહ આવેલી હોય ત્યાં બાંધકામ બાબતે નવસારી અને વડોદરાના ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક વિવાદ ચાલતો હતો.

આ વિવાદ વકફ બોર્ડ અને હાઇકોર્ટેમાં ચાલી ગયો હતો. હાઇકોર્ટે મસ્જિદને બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન ન થાય ત્યાં સુધી મસ્જિદ બંધ રાખવાનો હુકમ કર્યો હતો. આજે સવારે ડીડીઓ અને પ્રાંત અધિકારી પોલીસના ચુસ્ત બંદોબસ્ત લઈને મસ્જિદ સીલ કરવાની કામગીરી કરી હતી. જો કે આ બાબતે નવસારી અને વડોદરાના ટ્રસ્ટીઓ સાથે સાંજે સમાધાન બાબતે મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે વાતચીતના પ્રયાસો ચાલુ હોવાના નવસારીમાં રહેતા અને મૂળ વડોદરાના આસિફ બરોડાવાળાએ જણાવ્યું હતું. સમાધાન બાદ કોર્ટમાં તેઓ પોતાની દલીલ રજૂ કરી મસ્જિદ પુનઃ શરૂ થશે તેવા પ્રયાસો શરૂ કરાશે તેમ જણાવ્યું હતું.

નામદાર કોર્ટના હુકમથી મસ્જિદ સીલ કરાઇ
નવસારીમાં આવેલ ખાટકીવાડ મસ્જિદના ટ્રસ્ટીઓમા આંતરિક વિવાદ હોવાના કારણે લાંબા સમયથી કેસ ચાલુ હતો. નામદાર કોર્ટના ઓરલ ઓર્ડર અને છેલ્લા ચુકાદા મુજબ જ્યાં સુધી બન્ને પક્ષકારોમાં આંતરિક વિવાદનું સમાધાન ન થાય ત્યાં સુધી સીલ કરી દેવાનો હુકમ કરતા આજે અમે ડીડીઓની હાજરીમાં મસ્જિદ સીલ કરવાના હુકમનું પાલન કરાયું છે.> તુષાર જાની, પ્રાંત અધિકારી નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો