તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો હુકમ:ચીખલીના સરૈયાના પતિને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂક્યો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરી હતી
 • રૂ. 5000 જાતજામીન ભરવાનો પણ કોર્ટનો હુકમ

નવસારીના ચીખલીના સરૈયામાં પતિએ પત્ની પર આડાસંબંધનો વહેમ રાખી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે પાછળ જઈને શેરડીના ખેતરમાં સુકા લાકડા વડે ફટકા માર્યા હતા. જેને પગલે ગંભીર ઈજા પહોંચતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યા તે અગાઉ મૃત્યુ થયું હતું. બાદમાં પતિ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની દલીલને સાંભળીને કોર્ટે આરોપી પતિને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

નવસારી જિલ્લાનાં ચીખલી સરૈયામાં રહેતા ગણેશ મનુ હળપતિ પત્ની ઈન્દિરાબેનનો અન્ય યુવાન સાથે સંબંધ હોવાનો શક રાખતો હતો. આ અંગે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. 3જી માર્ચ 2017એ સાંજના અરસામાં ઈન્દિરાબેન હાજતે જવા નીકળી હતી. તેની પાછળ પતિ ગણેશ પણ ગયો હતો અને શેરડીનાં ખેતર પાસે તેણે પત્ની ઈન્દિરાબેનને સુકા લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં ગણેશ જ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ઈન્દિરાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

ચીખલી પોલીસને જાણ કરતા પોલીસ સમક્ષ પતિએ પોતાની પત્નીની શંકા રાખીને હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ બાબતે કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી અને બચાવ પક્ષની દલીલો કરી હતી. જેમાં કોર્ટે બચાવ પક્ષનાં એડવોકેટ કે.જે દશોંદીની દલીલો અને વિવિધ કોર્ટનાં ચૂકાદા ટાંક્યા હતા. જેમાં ફરિયાદ પક્ષ આરોપી વિરૂદ્ધનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય નવસારી કોર્ટે ગણેશ હળપતિને શંકાનો લાભ આપી છોડી મુકવાનો અને રૂ. 5000ના જાતજામીન રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો