દંપતિને નવો પરિવાર મળ્યો:ચીખલીની દત્તક સંસ્થા ખાતે બાળકીને દંપતિએ દત્તક લીધી

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષની બાળકી અને દંપતિને નવો પરિવાર મળ્યો

સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત કાર્યરત વિશિષ્ટ દત્તક ગ્રહણ સંસ્થા ખુંધ, ચીખલી ખાતે આશ્રય મેળવી રહેલી પાંચ વર્ષની બાળકીને દત્તક આપવામાં આવી. આ અવસરે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતાબેન ગંજી, સંસ્થા મેનેજર કમ કો-ઓર્ડિનેટર ડિમ્પલબેન પટેલ સુરક્ષા અધિકારી પ્રિતેશ પટેલ, સીડબલ્યુસીના સભ્ય સમિરભાઇ પટેલ તેમજ અન્ય સ્ટાફ હાજર રહી બાકળના ઉજજવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. દત્તક લેનાર દંપતિને અભિનંદન પાઠવ્યા હતાં. સંસ્થાએ છ માસ બાદ સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીને દત્તક આપવાથી દંપતિને નવું પરિવાર મળ્યું.

બાળક અને દત્તક વાલી બંને ખુશખુશાલ થઇ ગયા હતાં. દત્તક ઇચ્છુક માટેની વેબસાઇટ www.cara.nic.in પર સંપર્ક કરવો. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, નવસારી ફોન નંબર (02637) 281440 તથા વિશિષ્ટ દત્તક સંસ્થા શિશુગૃહ, ખુંધ, ચીખલી ફોન નંબર (02634) 297700 પર સંપર્ક સાધવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...