યોજના નિષ્ફળ:પાલિકાની વેરા પ્રોત્સાહન યોજના નિષ્ફષ્ફળ, બાકી 59 લાખ જ આવી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના વર્ષોની બાકી રકમ રૂ.3.29 કરોડ હતી

નવસારીમાં સરકારની વેરા પ્રોત્સાહન યોજના હેઠળ અગાઉના વર્ષોની 3.29 કરોડ રૂપિયાની બાકી સામે 59 લાખ રૂપિયા જ વસુલાત આવી શકી છે.નવસારી-વિજલપોર પાલિકાની અગાઉના અનેક વર્ષોની બાકી 1 એપ્રિલ 2022ની સ્થિતિએ 3.29 કરોડ રૂપિયાની હતી. નવસારી સિવાય રાજ્યની અન્ય પાલિકાની પણ અગાઉના વર્ષોની બાકી હોય સરકારે અગાઉની બાકી માટે વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરી હતી,જેમાં 31 મે સુધીમાં અગાઉની વેરા બાકી ભરનારનો દંડ,વ્યાજ વગેરે માફ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનાની મુદત પૂરી થઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી-વિજલપોર નગરપાલિકાની 1 એપ્રિલ 2022ની સ્થિતિએ અગાઉના વર્ષોની કુલ વેરા બાકી 3.29 કરોડ રૂપિયાની હતી. જેમાં વેરા રાહત યોજના અંતર્ગત 31 મે સુધીમાં કુલ 59.54 લાખ રૂપિયા વેરો ભરપાઇ થઈ ગયો હતો અને 7.10 લાખની રાહત આપવામાં આવી હતી.

આમ હજુ ય પાલિકાના ચોપડે અગાઉના વર્ષોના બાકી વેરા 2.70 કરોડ રૂપિયા બાકી જ રહ્યાં છે. સરકારે અગાઉના વર્ષોની બાકી માટે તો પ્રોત્સાહન યોજના 31 મે બાદ લંબાવી નથી પણ વહેલો વેરો ભરનારને રાહત આપવા લંબાઈ છે. નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા જેમનો બાકી વેરો હશે તેમના માટે આગામી સમયમાં કડક પગલા લેવામાં આવશે. તેવી માિહતી પણ પાલિકા કચેરીએથી મળી છે.

અન્ય સમાચારો પણ છે...