તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:પાલિકાને હદ વિસ્તરણથી 3 કરોડનું નુકસાન, ફક્ત 5 કરોડ જ મળશે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી- વિજલપોર બે નગરપાલિકા હોત તો 8 કરોડ મળી શકે તેમ હતા
  • હવે એક જ અ વર્ગની નવનિર્મિત નગરપાલિકાના ફક્ત 5 કરોડ જ મળશે

હદ વિસ્તરણથી નવનિર્મિત નવસારી-વિજલપોર પાલિકાને ગુજરાત મ્યુનિસિપલ બોર્ડની ગ્રાંટમાં 3 કરોડ રૂપિયાની નુકસાની થઈ છે. નવસારી-વિજલપોર બે નગરપાલિકા હોત તો 8 કરોડ મળી શકે તેમ હતા. તેના બદલે હવે એક જ અ વર્ગની નવનિર્મિત નગરપાલિકાના ફક્ત 5 કરોડ જ મળશે. રાજ્ય સરકાર રાજયની તમામ અ,બ,ક અને દ વર્ગની નગરપાલિકાઓ મ્યુનિસિપલ બોર્ડની ગ્રાંટના ચેકોનું વિતરણ કરતી આવી છે. શુક્રવારે રાજ્યભરમાં આ ચેકોનું વિતરણ કરવાના સમારોહ યોજવામાં આવ્યો હતો. નવસારીમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના હસ્તે જિલ્લાની 3 (હવે 4 નહી 3) નગરપાલિકાઓને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે હદ વિસ્તરણના કારણે નવનિર્મિત નવસારી-વિજલપોર નગરપાલિકાને આ સહાયમાં નુકસાન થયાનું જણાઈ રહ્યું છે.

જો આગામી આ ખોટ સરકાર સરભર કરી આપે કે નહીં તે જોવું રહ્યું
આ અંગેની વિગતો જોતા સરકાર દ્વારા અ વર્ગની પાલિકાઓને 5 કરોડ,બ વર્ગને 3 કરોડ, ક વર્ગને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અ વર્ગની નવસારી-વિજલપોર નગરપાલિકાને 5 કરોડ, બ વર્ગની બીલીમોરાને 3 કરોડ અને ક વર્ગની ગણદેવીને 1 કરોડ મળનાર છે,જેમાંથી પ્રથમ હપ્તામાં અડધી રકમના ચેકો ઉક્ત ત્રણેય પાલિકાઓને અનુક્રમે 2.50 કરોડ, બીલીમોરાને 1.50 કરોડ અને ગણદેવીને 50 લાખ અપાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જો નવસારી અને વિજલપોર બંને અલગ પાલિકા અગાઉની જેમ હોત તો નવસારી ને તો અ વર્ગના 5 કરોડ મળી શકતે, સાથે વિજલપોરને બ વર્ગની પાલિકાના અલગથી 3 કરોડ મળી શકે એમ હતા (જે અગાઉના વર્ષોમાં મળતા હતા)જોકે હવે નવસારી-વિજલપોર નગરપાલિકા એક જ બની ગઈ છે અને તેની અ વર્ગની ગણતરી હોઈ 5 કરોડ જ મળશે અને તે રકમના અડધા 2.50 કરોડનો જ ચેક મળ્યો હતો.આમ બ વર્ગની 3 કરોડની ગ્રાંટની ખોટ ગઈ છે. જો આગામી આ ખોટ સરકાર સરભર કરી આપે કે નહીં તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...