તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Corporation Saved Its Credit By Paying The Outstanding Bill Of About 80 Thousand In A Single Day After The Debts Of Water Bore Electricity Bill Were Broken.

બિલ ભરાયું:પાણીના બોરના વિજ બિલના ભરણા અંગે ભાંગરો વટાયા બાદ પાલિકાએ એક જ દિવસમાં આશરે બાકી 80 હજારનું બિલ ભરી પોતાની શાખ બચાવી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક નગરસેવક અને પ્રમુખએ સંકલન કરીને તાત્કાલિક વિજબિલ ભરીને પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કર્યો

નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકા અને 8 ગામો ભળી જતા તેમનું વહીવટ અને સંચાલન નવસારી વિજલપોર નગરપાલિકા એ પોતાના હાથમાં લીધું હતું ત્યારે પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પાલિકા સત્તાધીશો સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં સફળ સંચાલન કરવામાં નિષ્ફળ ગયા હોય તેવા અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે.

બોરના વિજબિલના વિવાદનું ભૂત ફરી ધુણ્યું

ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારોના ખાનગી બોરનું બિલ જે ભૂતકાળમાં ગ્રામપચાયત ભરતી હતી,ત્યારે પાલિકાનું સાશન આવતા તે પાણીની મોટરના વિજબિલ કોણ કરશે. તે અંગે વિવાદ થયા બાદ ધારાસભ્ય પિયુષ દેસાઈએ સિફતપૂર્વક નજીક આવતી ચૂંટણીને લઈને વિરોધને શમાવી દીધો હતો, પણ વિજ બિલના ભણવાને લઇને ફરી એકવાર ભાંગરો વટાયો છે, સ્થાનિકોના મત મુજબ DGVCLએ પાલિકાને વિશ્વાસમાં લીધા વગર કે સર્વે કર્યા વગર કબિલપોરની સત્યમ નગર સોસાયટીના બોરનું વિજ કનેક્શન કાપી નાંખતા સ્થાનિકો ચોમાસે પાણી વગર અટવાયા હતા.

કોની ભૂલ

કબિલપોર પાસેના સત્યમ નગર પાસે આવેલા બોરનો વિજબિલ છેલ્લા અને સમયથી બાકી હોવાને કારણે વિજબિલ કાપતા પાણીનું વિતરણ અટવાયું હતું. જોકે પાલિકાએ ટેન્કરો દ્વારા પાણી ઉપલબ્ધ કરાવીને સમસ્યાનું નિરાકરણ તો લાવ્યું હતું પણ આ અંગે પાલિકા વર્તુળમાં ડીજીવીસીએલની ભૂલ થઈ છે કે કેમ તે અંગે ચર્ચાનો દોર શરૂ થયો હતો.

બિલ ભરી આબરૂ બચાવી

સમગ્ર મામલે પાલિકાએ એક જ દિવસમાં આશરે બાકી 80 હજારનું બિલ ભરીને પાણી પુરવઠો ફરિવાર રાબેતા મુજબ ચાલુ કરાવ્યો છે. એટલે પાણીનો વિવાદ પણ શમી ગયો છે. આ મામલે પાલિકાના વોટર વર્કસ સમિતિના ચેરમેન પ્રશાંત દેસાઈ સાથે વાત થતા તેમને જણાવ્યું છે કે પાલિકાને સત્યમ નગરના બોરનું વિજ જોડાણ કપાયાની જાણ થતાં તાત્કાલિક મેં સ્થાનિક નગરસેવક અને પ્રમુખએ સંકલન કરીને તાત્કાલિક વિજબિલ ભરીને પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...