તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:કરારબદ્ધ કર્મીઓએ પડતર માંગ ન સ્વીકારતા અનોખો વિરોધ કર્યો

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીબીના 15 દર્દીને ગોળ-ચણાની કીટ વિતરણ કરી

નવસારીમાં વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા કરારબદ્ધ આરોગ્ય કર્મચારીઓએ વર્ષોજૂની પડતર માંગોને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામયુ છે. જેમાં પગારવધારા સહિતની માગણીને લઇ કલેક્ટરને ઉદેશીને આવેદનપત્ર આપ્યું હતું.

નવસારીમાં કરારબદ્ધ આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અજય પટેલે જણાવ્યું કે રાજ્યમાં કરારબદ્ધ કર્મચારીઓની પેનડાઉન હડતાળ ચાલુ છે ત્યારે સરકાર સમક્ષ પોતાની માંગોની રજુઆત કરવા નવતર પ્રયોગ અપનાવ્યો હતો. જેમાં કલેક્ટરને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં પોતાની પડતર માંગો દોહરાવી હતી. પગારવધારા બાબતે, જિલ્લામાં અન્ય જગ્યાએ બદલી, ગંભીર બિમારીમાં 100 દિવસની સવેતન રજા, ઇપીએફ કાપવામાં આવે, પગાર વધારા બાબતે વર્ષોની ગણતરી, હાલમાં પેટ્રોલનો ભાવ વધ્યો હોય એલાઉન્સમાં વધારો કરવો, 5 વર્ષે પગારમાં વધારો કરવો, સેવાનિવૃત્તિ વખતે યોગ્ય કમ્પેન્સેશનની જોગવાઈ કરવામાં આવે, ઉપરાંત અન્ય જિલ્લામા કરારબદ્ધ કર્મીઓને દાઝ રાખી છુટા કરવામાં આવ્યા છે તેનો વિરોધ પણ કર્યો હતો.

કરારબદ્ધ કર્મીઓની વિવિધ પડતર માંગો બાબતે નવા નિયમો બનાવવા રજૂઆત કરી હતી. રજૂઆત કર્યા બાદ 15 જેટલા ટીબીના દર્દીના ઘરે જઈને ગોળ-ચણાની પૌષ્ટિક કીટ કરાર બદ્ધ કર્મચારીઓએ આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...