• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Congress Party Held A Meeting To Prepare An Effective District Level Manifesto For The Assembly Elections, The Issues Of Farmers And Poor Communities Were Prominent.

બોલો સરકાર:વિધાનસભાની ચૂંટણીમાં અસરકારક જિલ્લા કક્ષાનો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કોંગ્રેસ પક્ષે મીટીંગ યોજી, ખેડૂતો અને હળપતિ સમાજના પ્રશ્નો મુખ્ય રહ્યાં

નવસારી19 દિવસ પહેલા
  • ભાજપના શાસનમાં વન ઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસે કમર કસી
  • જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકરોની પાંખી હાજરી

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા કોંગ્રેસ પક્ષ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરે તે અગાઉ દરેક જિલ્લામાં ફરીને ખેડૂતો આદિવાસીઓ, હળપતિ સહિત માછીમારો અને અલગ અલગ ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરતા લોકોના પ્રશ્નો જાણીને તેને નોંધ્યા બાદ તેનો સમાવેશ મેનિફેસ્ટોમાં કરવામાં આવશે.જે માટે પ્રદેશ કક્ષાએથી બોલો સરકાર નામનો એક કાર્યક્રમ આજે કાલિયાવાડી સ્વપ્ન લોક સોસાયટી ખાતેની અનાનવિલ સમાજની વાડીમાં યોજાયો હતો.

આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો મેનિફેસ્ટો તૈયાર કરવામાં મંડી પડ્યા છે. સૌથી સારો અને મતદારોને આકર્ષી અને રીઝવી શકે તેવો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે રાજકીય પક્ષો રાત દિવસ એક કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કોંગ્રેસ પ્રદેશના મેનિફેસ્ટો કન્વીનર દીપકભાઈ બાબરીયા જિલ્લાના વણઉકેલ્યા મહત્વના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહ્યા હતા. જેમાં હળપતિ સમાજના ઘરો ટી.પી અંતર્ગત કપાઈ રહ્યા છે અને ખેડૂતોને ધિરાણમાં રાહત સહિત સાગરખેડૂઓને ઈંધણમાં પણ રાહત જેવા ભાજપના મેનિફેસ્ટોમાં સમાવેશ હોવા છતાં તેના લાભ લોકો સુધી ન પહોંચતા કોંગ્રેસ તેને ઉકેલવા કમરકસી છે. જે માટે જિલ્લા કક્ષાનો એ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી શહેરમાં મહત્વનો પ્રશ્ન બનેલા રખડતા ઢોરને પણ આ મેનિફેસ્ટોમાં વાચા મળી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોની પાંખી હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી ત્યારે નિષ્ક્રિય થયેલા કાર્યકરોમાં પ્રાણ પૂરવા માટે પણ પ્રદેશ કન્વીનરે હાકલ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...