તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનું અપીલ અભિયાન:કાલે ખેડૂતોના ભારત બંધના એલાનમાં નવસારીના વેપારીઓને બંધમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી

નવસારી4 મહિનો પહેલા
નવસારી કોંગ્રેસના આગેવાનો શહેરના તમામ વિસ્તારમાં વેપારીઓને અપીલ કરતા જોવા મળ્યા - Divya Bhaskar
નવસારી કોંગ્રેસના આગેવાનો શહેરના તમામ વિસ્તારમાં વેપારીઓને અપીલ કરતા જોવા મળ્યા

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 12 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સરકાર સાથે અનેક વાટાઘાટો કર્યા પછી પણ કોઇ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના આ આંદોલનને કોંગ્રેસ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધને સફળ બનાવવા માટે એક અપીલ અભિયાનની શરૂઆત કરી છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો બજારમાં ફરીને વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી રહ્યાં છે.

કોંગ્રેસના આગેવાનો શહેરના વિવિધ વિસ્તારમાં ફર્યા
શહેરના કોંગ્રેસી આગેવાનોએ મોટા બજાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં ફરી વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી છે. ત્યારે આવતી કાલે આ મામલે વેપારીઓ સ્વેચ્છાએ બંધ કરે છે કેમ તે અંગે પ્રશ્નાર્થ જન્મ્યો છે કારણકે જિલ્લા કોંગ્રેસ હાલમાં આંતરિક વિખવાદને પગલે નિષ્ક્રિય જોવા મળી રહી છે અને અનેક દિવસો બાદ કોંગ્રેસ લોકોના પ્રશ્નોને લઈને જાહેરમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો