તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો પોકાર:વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના કાહડોળફળીયા વિસ્તારમાં પીવાના પાણી બાબતે ગ્રામજનોની હાલત કફોડી

નવસારી2 મહિનો પહેલા
 • એક કિ.મી ડુંગર ઉતરી દૂર સુધી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના કાહડોળફળીયા વિસ્તારના લોકો પાણી અને રસ્તાની સમસ્યાથી ઝઝુમી રહ્યાં છે આઝાદીના વર્ષો પછી પણ પ્રાથમિક લાભોથી વંચિત રહ્યાં છે. વાંસદા તાલુકાના છેવાડે આવેલ ખાટાઆંબાના ગ્રામજનોની હાલત કફોડી બની છે. જેમાં પાણી પુરવઠાની બેદરકારી પણ સામે આવી છે. તથા સરપંચ કે તંત્રએ પણ મુલાકાત લીધી નથી.

પાણી માટે એક કી.મી પગપાળા જવા ગામની મહિલાઓ મજબુર બની

વર્ષોથી માંથે બેડા ઉપાડી એક કી.મી પગપાળા જવા મજબુર ગામની મહિલાઓ પાણી માટે લાચાર બની છે. ખાટાઆંબા ગામ રસ્તા પાણી જેવી સુવિધાઓથી વંચિત રહી જતા આદિવાસી વિસ્તારમાં મહિલાઓના માથે બેડાની પ્રથા યથાવત જોવા મળી છે. જેમાં પાણી ભરવા માટે મહિલાઓ સાથે કોઈક સમયે પુરુષો તેમજ બાળકોએ પણ જવું પડે છે. દિવસમાં એક વાર પાણી લેવા જવા લોકોનો અડધો દિવસ પૂરો થઇ જાય છે.

માત્ર કુદરતી પાણીના ઝરાના ભરોસે લોકોખાટાઆંબા ગામે કાહડોળ પાડામાં વસતા 20 જેટલા પરિવારના આશરે 120 જેટલા લોકોને આઝાદીના વર્ષો બાદ પણ સરકારની વિવિધ યોજનાના લાભથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ વિસ્તારમાં રહેતા લોકોની પાણી અને રસ્તા જેવી અતિ આવશ્યક જરૂરિયાત વર્ષોથી પૂરી થઈ નથી. જેના પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા એક કિ.મી ડુંગર ઉતરી દૂર સુધી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

લાંબુ અંતર કાપ્યા બાદ ત્યાં પણ માત્ર કુદરતી પાણીના ઝરાના ભરોસે લોકોએ પાણી ભરવું પડે છે. ગામ લોકો 108 એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓથી પણ વંચિતઅહીના ખેડૂતોને પાણીની અતિ તીવ્ર તંગીને કારણે ખેતી અને પશુપાલન કરવામાં અત્યંત મુશ્કેલીઓ પડી રહી છે. જેમાં એક સ્થાનિક પરિવાર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અહીના લોકો એક ટબમાં ઊભા રહી હાથ-પગ ધોઈ ફરથી એ પાણીનો બીજા કોઈ અન્ય કામમાં ઉપયોગ કરવા મજબુર બની રહ્યા છે. તેમજ ઉનાળાના સમયમાં આ પાણીના ઝરાઓ સુકાઈ જતા લોકોની પરિસ્થિતિ ગંભીર થઈ જતી હોય છે.

તેમજ કાહડોળપાડા ખાતે રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા કપચી મેટલ નાખીને ચાર પાંચ માસ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી કોઈજ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે અહીંના લોકોને આકસ્મિક સમયે કોઈ દુર્ઘટના કે મહિલાઓને ડિલિવરી દરમિયાન સરકાર દ્વારા ફાળવેલ 108 એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓથી પણ વંચિત રહેવું પડે છે. જેથી અહીંના લોકોને પડતી આ મુશ્કેલી સામે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે આ વિસ્તારની પાણીની સમસ્યાનો અંત લાવે એવી સ્થાનિકોની માંગ ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો