તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસુવિધા:વાંસદા તાલુકાના બોર્ડર વિલેજમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર, જરૂરી મેડિકલ સુવિધાઓનો અભાવ

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગામોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો

વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ માનકુનીયા, વાંગણ, નિરપણ, ચોરવણી, ખાંભલા, આંબાપાણી જેવા મહારાષ્ટ્રના બોર્ડરને અડીને આવેલા ગામોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યુ છે. ત્યારે વાસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગામોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

છેલ્લા એક અઠવાડિયાથી સંક્રમણ વધવા લાગ્યું

કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા બોર્ડર વિલેજના ગામોમાં મેડિકલ સુવિધા કેવી તે અંગે જાત તપાસ કરી હતી. અને ગામોના આગેવાનો સાથે પણ ચર્ચા કરી હતી. જ્યાં કોરોનાની સ્થિતિ બગડી છે તે મોટાભાગના ગામો મહારાષ્ટ્રની બોર્ડર અડીને આવેલા હોવાના કારણે સંભવિત રીતે અવરજવર વધવાને કારણે આવા ગામોના છેલ્લા એક અઠવાડિયાથી સંક્રમણ વધવા લાગ્યું છે.

જાગૃતીના અભાવે પોઝિટિવ કેસોમાં એકાએક વધારો થયો

આવા ગામોમાં જાગૃતાના અભાવે પોઝિટિવ કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે. સાથે જ નવાઈ પમાડે તેવી વાત સામે આવી છે કે આવા ગામો અંધશ્રધ્ધા, ભુવા-ભગતો વિશ્વાસ ધરાવનાર લોકો વધુ છે. તેમજ આરોગ્ય ટીમ ગામે ગામ જઈ ન શકવાથી કેસ વધવાની શક્યતા જોવાઈ રહી છે. આવા ગામોમાં સંક્રમણ અટકાવવા માટે ગામે-ગામ જાગૃતાના તેમજ કોરોનાનાો જે ડર ઊભો થયો છે એ ડર દૂર કરવો અગત્યનો છે.

આઈસોલેશન વોર્ડ ઉભા કરવાની માંગ ઉગ્ર બની

સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ બોર્ડર વિલેજના 6 ગામોમાં સંક્રમણ વધ્યું છે. અને એમને જરુરી સુવિધા ઉભી કરવી જોઈએ. ત્યાં રેપીડ ટેસ્ટની કિટ ઓછી છે. અને ફેબીફલૂ જેવી દવાની પણ ઘટ છે. સાથે જ આઈસોલેશન વોર્ડ ઉભા કરવાની માંગ ઉગ્ર બની છે. વાંસદા તાલુકાથી 22 કિલોમીટર અંતરે આવેલા ગામોમાં ભયનું વાતાવરણ દૂર થાય તેમની માંગ ધારાસભ્યે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો