તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:કમ્પ્યૂટર સંચાલકને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા, દેવું થતાં મિત્ર પાસે 7 લાખ લીધા હતા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારીમાં એક કમ્પ્યૂટર ક્લાસના સંચાલકે આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવા માટે મિત્ર પાસેથી હાથ ઉછીના તરીકે 7 લાખ ઉછીના લીધા હતા. આ લીધેલા રૂપિયાના અવેજમાં તેણે ખાનગી બેંકનો ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં તેના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ કેસ જિલ્લા કોર્ટમાં ચાલી જતા કમ્પ્યૂટર સંચાલકને કોર્ટે ગુનેગાર ઠેરવી એક વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.નવસારીના કમ્પ્યૂટર ક્લાસના સંચાલક દિપેશ ટંડેલ આર્થિક કટોકટીમાં આવી જતા તેણે તેના મિત્ર દિનેશભાઈ પ્રજાપતિ પાસેથી 7 લાખ હાથ ઉછીના પેટે લીધા હતા. દિનેશભાઇએ આ રકમ મિત્રતાના નાતે ફિક્સ ડિપોઝીટ તોડીને આપ્યા હતા.

દિપેશ ટંડેલે આ રકમ પરત નહીં કરતાં તેની અવેજમાં એચડીએફસી બેંકનો ચેક તેમને આપ્યો હતો. દિનેશભાઈએ ચેક બેંકમાં નાંખતા રિટર્ન થયો હતો. જેથી દિનેશભાઈએ વકીલ જયેશ કાપડિયા અને જય બારોટ મારફતે નવસારીની જિલ્લા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ નવસારી કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે દિપેશ ટંડેલને આ કેસમાં ગુનેગાર ઠેરવીને એક વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો તેમજ આપેલ ચેકની રકમ ફરિયાદીને આપવા જણાવ્યું હતું. જો ચેકની રકમ આપવામાં તકસીરવાન ઠરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...