ટ્રાફિક સમસ્યાથી મુક્તિ:નવસારીમાં હિન્દુ નવા વર્ષમાં શહેરનો પ્રથમ ફ્લાયઓવર આખરે ધમધમતો થઇ જશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા વર્ષોથી હજારો વાહન ચાલકો રેલવે ફાટકે હેરાન પરેશાન થઇ રહ્યાં છે
  • હવે આ ઝંઝટમાંથી મુક્તિ મળશે
  • રૂ.114 કરોડના​​​​​​​ રૂપિયાના ખર્ચે બનનાર બ્રિજની લંબાઇ 1260 મીટર અને પહોળાઈ 11 મીટર છે

નવસારી શહેરમાં હિન્દુ નવા વર્ષમાં કંઈ મોટુ વિઘ્ન ન નડે તો પ્રથમ ફ્લાયઓવર ધમધમતો થઈ જશે. નવસારી શહેરમાં આમ તો ઘણાં સમયથી ટ્રાફિકની સમસ્યાને લઈ ફ્લાયઓવર બનાવવાની વાત થઈ રહી છે. છેલ્લા બે વર્ષથી બજેટમાં શહેરમાં બ્રિજ માટે સર્વે કરાવી બનાવવાની ખાતરી પણ અપાઈ છે, જોકે એક યા બીજા કારણે બન્યો નથી. જોકે શહેરમાં હિન્દુ નવા વર્ષમાં રેલવેની ‘ફ્રેઈટ કોરીડોર’ યોજના અંતર્ગત જરૂર ધમધમતો થઈ જશે.

ફ્રેઇડ કોરીડોર યોજના અંતર્ગત નવસારી રેલવે ફાટક પણ બંધ થવાની હોય શહેરમાં રેલવે ફાટક નજીક રેલવે ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરાયું છે. જે પૂર્વે નટરાજ-પ્રકાશ ટોકીઝથી લઈ દક્ષિણ પૂર્મા નજીક વળાંક લઈ બંદરરોડ, રાયચંદ રોડ થઈ પશ્ચિમે ઉતારવામાં આવનાર છે. આ ફ્લાયઓવરનું કામ કેટલાક સમયથી ચાલી રહ્યું છે. આમ તો તંત્ર માર્ચ-એપ્રિલમાં પૂર્ણ થવાનું કહે છે પરંતુ વધુ વિલંબ થાય તો પણ આગામી દિવાળી પહેલા તો ધમધમતો થઈ જ જશે. અહીં જમીન સંપાદનનો પ્રશ્ન ખાસ રહ્યો નથી. અહીં ઉલ્લેખનીય છે કે અંદાજે 114 કરોડનો ખર્ચ આ ફ્લાયઓવર બની રહ્યો છે જેની કુલ લંબાઈ 1260 મીટર અને પહોળાઇ 11 મીટર છે. ફ્લાયઓવર તૈયાર થતા હજારો લોકોને વર્ષોની ફાટકે ઉભી થતી ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે.

શહેરના બીજા બ્રિજમાં વિલંબ
નવસારી શહેરમાં આમ તો બે ફ્લાયઓવરનું કામ ચાલે છે. બીજો વિજલપોર રેલવે ફાટક નજીક બની રહ્યો છે. જોકે ત્યાં જમીન સંપાદનનો થોડો પ્રશ્ન હોય વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને હિન્દુ નવા વર્ષમાં પૂર્ણ થાય એવી શક્યતા ઓછી છે.

શહેરમાં રેલવે ફ્લાયઓવરની આ જગ્યા પ્રથમ પસંદગી ન હતી
નવસારી શહેરના રેલવે ફ્લાય ઓવર માટે હાલની જે જગ્યા છે તે પ્રથમ પસંદગી ન હતી. આ અગાઉ બેથી ત્રણ જગ્યા નક્કી થઇ હતી. જેમાં એક જગ્યા ગીરીરાજ ટોકિઝથી લઇ બીજી તરફ હીરા મેન્સન બ્રિજ ઉતારનાર હતાે. બીજી જગ્યામાં ગીરીરાજ ટોકિઝથી પશ્ચિમે જલાલપોર રોડ ઉપર બ્રિજ ઉતારનાર હતો. જો કે ઉક્ત બંને જગ્યાએ જમીન સંપાદન સહિતના અનેક પ્રસ્નો ઉભા થનાર હોય આખરે હાલની જગ્યા પસંદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...