તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યમ વર્ગને મળશે રાહત:શહેરને મળશે સિટી બસની સોગાત, 5 રૂપિયાના મિનિમમ ભાડામાં શહેરીજનો કરી શકશે મુસાફરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધુનિક ટેક્નોલોજીની મદદથી બસ સેવાનું કરાશે સંચાલન

નવસારી શહેર માં ભૂતકાળ બનેલી લોકલ બસ સેવા ફરીવાર શરૂ થવા જઈ રહી છે,અનેક શાસકોએ સિટી બસ સેવા શરૂ કરવા મથામણ કરી હતી પણ ઇચ્છાશક્તિના અભાવને કારણે યોજના માત્ર કાગળ પર રહેવા પામી હતી, ત્યારે નવા ચૂંટાયેલા યુવા શાસકોએ ચૂંટણી ઢંઢેરામાં માસ ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં શહેરની સડકો પર આગામી સમયમાં સીટી બસ સેવા શરૂ થવા જઈ રહી છે. ટેકનોલોજી સાથે બસની કનેકટીવીટી લાઈવ જાણી શકાશે એન્ડ્રોઇડ એપ ના ડાઉનલોડ થકી બસના રૂટ અને લાઈવ લોકેશન અંગે માહિતી મળી શકશે. બસનું મેન ટર્મિનલ સ્ટેશનમાં બનાવવામાં આવશે જ્યાંથી GIDC, એરું ચાર રસ્તા,છાપરા ચાર રસ્તા,વિશાલ નગર,સર્કિટ હાઉસ વિરાવલ સહિતના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

MBA અને BBA ડીગ્રી ધારકો કંડકટર બનવા મજબૂર

કંડકટર ની નિયુક્તિ માટે ધોરણ 12 પાસની મર્યાદા નક્કી કરવામાં આવી છે ત્યારે બસ ઓપરેટ કરતી ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓના જણાવ્યા મુજબ ઉંચી ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ પણ કંડકટર માટે રસ દાખવ્યો હતો,ત્યારે કોરોના યુવાનો ની નોકરી છીંનવાતા બેકાર બનેલા યુવકો એ નોકરી માટે લાઈન લગાવી હતી.

બસમાં શુ હશે સુવિધાઓ?

બસમાં મહિલાઓ માટે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે,એન્ડ્રોઇડ એપ થી ભાડું,લોકેશન,રૂટ સાથે બસના ડોર ઓટોમેટિક હશે.

નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહના જણાવ્યા મુજબ ચૂંટણી ઢંઢેરામાં સીટી બસ જાહેરાત કરવામાં આવી હતી જેને પગલે અમે ટૂંકાગાળામાં સિટી બસ સેવા શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કો પાર કર્યો છે અને જુલાઈ માસમાં સંભવિત રીતે બસ સેવા શરૂ થઈ રહી છે બંને ધારાસભ્યોના છેલ્લાં અનેક વર્ષોથી સિટી બસ સેવા શરુ કરવા અંગે ના પ્રયત્નો હતા ત્યારે અમે પીપીપી ધોરણે બસ સેવા શરૂ કરવા તત્પર બન્યા છીએ બસ સેવા ના ભાડાની વાત કરીએ તો ઓછામાં ઓછા પાંચ રૂપિયા અને વધારેમાં વધારે ભાડું આઠ રૂપિયા રહેશે તેવા અમારા પ્રયત્નો રહે છે.

બસ કંપની સંચાલક વીરેન્દ્રસિંહ રાણા ના જણાવ્યા મુજબ વર્ષો પહેલા અગમ્ય કારણોસર બંધ થયેલી સીટી બસની સેવા ફરિવાર શરૂ થવા જઈ રહી છે જેમાં આ બસ આધુનિક રીતે એન્ડ્રોઇડ એપ સાથે ઓપરેટ થશે અને જેમાં વિવિધ ફેસીલીટી ઉભી કરવામાં આવી છે આજે ભરતી પ્રક્રિયા હોય ડ્રાઇવર અને કંડકટર માટે 500થી વધુ ફોર્મ જમા થયા છે.

અન્ય સમાચારો પણ છે...