હાલમાં અનૈતિક સબંધ થકી જન્મેલા બાળકોને ત્યજી દેવાની ઘટનામાં વધારો થયો છે,સગા માં બાપ સામાજિક આબરૂ બચાવવા માટે નવજતાને રેલ્વેના પાટા કે ઝાડી ઝાંખરામાં ફેંકવામાં ડર અનુભવતા નથી અને લાગણીશૂન્ય બનીને નવજાત બાળકોને ગમે મરવા માટે તરછોડી દે છે.આવું કૃત્ય થતાં આટકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત બાળ કલ્યાણ સમિતિ દ્વારા કાર્યરત ચીખલી તાલુકાના ખુધ ગામે આવેલું ચિલ્ડ્રન હોમ તરછોડાયેલા બાળકો માટે શ્રેષ્ઠ આશ્રય સ્થાન બન્યું છે.
છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો અહીં 50 જેટલા નવજાત બાળકો અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે જેમાંથી 23 બાળકોને દત્તક આપવામાં આવ્યા છે ચિલ્ડ્રન હોમ ના પ્રમુખ મંડળ સહિતની ટીમ દર ત્રણ મહિને દત્તક આપેલા બાળકોના ઘરે જઈ તેમના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે ચેકિંગ કરે છે.
ખૂંધ ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાં હાલમાં 10 જેટલા 0 થી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આશ્રય અપાયો છે. જેમની તમામ વ્યવસ્થા ચિલ્ડ્રન હોમ દ્વારા કરવામાં આવે છે.નવજાત માટે પારણાં, આયા બહેન,સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે.આજે એક બાળકને તમામ પ્રકિયા પૂર્ણ થયા બાદ કલેકટર ની પરવાનગીથી વડોદરાના દંપતિને તેને સોંપવામાં આવ્યું છે.
બાળક દત્તક મેળવવા કંઈ પ્રકિયા માંથી પસાર થવું પડે
ફૂલના ચિલ્ડ્રન હોમમાંથી બાળક દત્તક લેવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવી પડે છે જેમાં www.Cara.nic.in પર જઈને પોતાની વિગત ભરવી પડે છે અને બે વર્ષનું વેટિંગ બાદ કોઈપણ દંપતિને દત્તક બાળક મેળવી શકે છે આ બાળક આપવાની અંતિમ સત્તા જિલ્લા કલેકટર પાસે રહેલી છે 12 સભ્યોની ટીમ દંપતિ ની સક્ષમતા અને તેને સારી રીતે રાખી શકે છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ જ બાળક દત્તક ખપે છે અત્યાર સુધી આ ચિલ્ડ્રન હોમમાંથી પોલેન્ડ, સ્વિઝર્લન્ડ સહિતના વિદેશી દેશી સાથે ભારત અનેક રાજ્યોમાં પણ બાળકો દત્તક આપવામાં આવ્યા છે.
અત્યંત દયનિય સ્થિતિમાં બાળકો તરછોડ છે
વાપી રેલવે પાટા મરવા માટે મુકાયેલા એક નવજાત બાળકને બચાવીને ચિલ્ડ્રન હોમમાં લાવવામાં આવ્યું હતું અને તેને નવજીવન આપીને દત્તક સોંપવામાં આવ્યું છે તો નવસારી જિલ્લાનાકસ્બા ગામે પણ ઝાડી ઝાંખરા માંથી મળ્યું હતું તેને પણ સાવચેતીપૂર્વક ઉગાડીને આ ચિલ્ડ્રન ફોર્મ માં લાવવામાં આવ્યું હતું આમ મોટી સંખ્યામાં બાળકો ઝાડી ઝાખરા કે જોખમી રીતે તર છોડવામાં આવે છે તો આ ચિલ્ડ્રન હોમની બહાર મૂકવામાં આવેલા પારણામાં પણ કેટલાક દંપતિ ચોરી છુપીથી બાળક મૂકી જાય છે, કેટલાક કિસ્સાઓમાં આ ચિલ્ડ્રન હોમની ટીમ દંપતિને શોધીને તેમના લગ્ન પણ કરાવી આપે છે જેથી બાળકને લાવારીસ ન બનીને પોતાના મા બાપ પાછા મળે છે.
વાંસદામાં સગામાં માં બાપ દ્વારા બાળકને ડેમમાં ફેંકી હત્યા કરી
હાલમાં જ વાંસદા તાલુકામાં અનૈતિક સંબંધી થકી જન્મેલા નવજાત બાળકને સગા મા બાપ દ્વારા ડેમમાં ડુબાડીને મારી નાખવાની ઘટના બની હતી તેવામાં ચિલ્ડ્રન હોમના સંચાલકો આવા મા બાપને અપીલ કરે છે કે તેઓ નવજાતને હત્યા ન કરી અહીં પારણામાં મૂકી જાય તો તેની સાર સંભાળ થાય અને તેને નવજીવન મળે,આમ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું ખૂંધ ગામ મરવા માટે તરછોડાયેલા બાળકો માટે જીવન મેળવી રહેઠાણ માટે શ્રેષ્ઠ આશ્ચર્ય સ્થાન બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.