કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં 12 દિવસ બાદ કોરોનાનો કેસ નોંધાયો, એક્ટિવ કેસ વધીને હવે 2 થયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓંજલ માછીવાડના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

નવસારી જિલ્લામાં 12 દિવસ બાદ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ઓજલ માછીવાડના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.21 મેના રોજ કોરોનાનો 1 કેસ નોંધાયા બાદ સતત 12 દિવસ કોઈ કેસ બહાર આવ્યો ન હતો. સરકારી ચોપડે ગુરુવારે નવો કેસ નોંધાયો હતો. જલાલપોર તાલુકાના ઓજલ માછીવાડ ગામના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ આ યુવાન શિપિંગની ટ્રેનિંગ માટે મુંબઇ ગયો હતો ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વધુ 1 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 11932 થઈ ગઈ છે.કુલ રિકવર સંખ્યા 11720 છે. જિલ્લામાં હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 2 થઈ છે. જેમાં 1 દર્દી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યારે હાલ પોઝિટિવ આવેલ દર્દી હોમ આઇસોલેશનમાં જ છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઘણા સમયથી એકલદોકલ કેસ તો બહાર આવી રહ્યા છે પણ કોઈ કોવિડ પોઝિટિવ દર્દીનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું નથી. જિલ્લામાં ઘણા સમયથી કોવિડ અંગેના નિયંત્રણો પણ મહદઅંશે દૂર કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...