તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનવારસી કાર:મહારાષ્ટ્રના દોન્ડાઈચામાં ચોરીના ગુનામાં વપરાયેલી કાર નવસારીમાં બિનવારસી મળી

નવસારી21 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં મહારાષ્ટ્રના દોન્ડાઈચામાં ચોરીનાં ગુનામાં વપરાયેલ કાર નવસારીના રીંગરોડ પર આવેલા કરિશ્મા ગાર્ડન પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે કાર કબજે કરી દોન્ડાઈચા પોલીસને જાણ કરી છે. નવસારી જિલ્લામાં ચોરીના ગુના અટકાવવા એસપીએ નવસારી એસઓજીના પીઆઈ મયુર પટેલને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

ચોરીના ગુના અટકાવવા એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એસઓજીના કિશોર ગુલાબ અને કિરણ દિનેશભાઈને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના દોન્ડાઈચા પોલીસ વિસ્તારમાં ચોરીના ગુનામાં વપરાયેલ ભૂરા રંગની ડેટસન કાર (નં. MH-02-EK-2195) નવસારી શહેરમાં ફરી રહી છે. જેને આધારે પેટ્રોલિંગ દરમિયાન કરિશ્મા ગાર્ડન પાસે બાતમીવાળી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની ખરાઈ કરતા મહારાષ્ટ્રના દોન્ડાઈચા વિસ્તારમાં થયેલી ચોરીના કામમાં આ કારનો વપરાશ થયો હતો. આ બાબતે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. પોલીસે હાલ બિનવારસી કાર મળી તે અંગે ફરિયાદ નોંધી એસઓજીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો