તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:મહારાષ્ટ્રમાં જતી બસ પર બ્રેક લાગી, સાપુતારા સુધી જ જશે

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીથી મહારાષ્ટ્ર જતી બે બસ રદ કરાઈ

તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતાં ગુજરાત એસટી નિગમ દ્વારા મહારાષ્ટ્ર જતી બસને રદ કરવામાં આવી હતી. જેમાં નવસારી એસટી નિગમ દ્વારા બસ માત્ર સાપુતારા સુધી જ અને મહારાષ્ટ્ર જતી બે બસને હાલ સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી એસટી નવસારીના મેનેજરે આપી હતી.

મહારાષ્ટ્રના કોરોના સંક્રમણને કારણે ગુજરાત રાજ્ય દ્વારા બસ બંધ કરવામાં આવી છે, ત્યારે નવસારી એસટી વિભાગને સૂચના મળતા તેમણે પણ મહારાષ્ટ્ર જતી બસને હાલના સંજોગોમાં બંધ કરી દેવામાં આવી હતી. નવસારી એસટીના મેનેજર વિપુલ રાવલે જણાવ્યું કે, સરકાર દ્વારા મહારાષ્ટ્ર જતી બસને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ગુજરાતની બસ સાપુતારા બોર્ડર સુધી જ જાય છે. નવસારી એસટીમાંથી જતી નંદુરબાર અને શિરડી જતી બે બસને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો