નવવધૂએ કર્યુ મતદાન:નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે નવવધૂ લગ્નના ફેરા ફર્યા બાદ સીધી મતદાન કરવા પહોંચી

નવસારીએક મહિનો પહેલા
  • નવવધૂએ પોતાનો અધિકાર સમજી મતદાન કર્યુ
  • નવવધૂએ લોકોને મતદાન કરવા માટે અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું

આજે રવિવારના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવસારી જિલ્લાના મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન કેટલાક પ્રેરણાદાયી કિસ્સાઓ પણ જોવા મળ્યા હતા. જેમાં ચીખલીના થાલા ગામે એક નવવધૂ લગ્નના ફેરા ફર્યા બાદ સીધા જ મતદાન મથકે પોતાનો મત આપવા પહોંચી હતી.

નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે એક નવવધૂએ બધાને મતદાન કરવા માટે અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેણી પોતાના લગ્નના ફેરા ફરીને સીધા જ મતદાન મથકે મત આપવા પહોંચી હતી. તેણીએ આને પોતાનો હક્ક અને ફરજ સમજી હતી. તેમજ અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

નોંધનીય છે કે જિલ્લામાં 273 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે રવિવારે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોના 259 સરપંચો અને 1589 વોર્ડના સભ્યોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...