તપાસ:નવસારી રેલવે સ્ટેશન પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમણા બાવડા પર સૂર્ય- ઘોડાનું ટેટુ છે

નવસારી સ્ટેશન રોડ પૂર્ણા સોસાયટીના પાછળના ભાગે પાછળના ગેટ પાસેથી 4 જૂનના રોજ અજાણ્યો યુવક (ઉ.વ.આ. 45)ની લાશ મળી હતી. મૃતક શરીરે મજબુત બાંધાનો, રંગે ઘઉંવર્ણનો, ઊંચાઇ આશરે 5 ફુટ 3 ઈંચ જેટલી, મોઢ લંબગોળ, શરીરે ટૂંકી બાયની લાલ તથા રાખોળી રંગના પટ્ટાવાળી ટી શર્ટ પહેરેલ છે તથા કમરે કાળા કલરની નાઈટ પેન્ટ પહેરેલું છે.

પગે કથ્થઈ તથા કાળા રંગની ચંપલ પહેરેલી છે, માથે કાળા રંગના વાળ તથા ચહેરા પર આછી સફેદ દાઢી છે અને જમણા હાથ ઉપર ખભાથી નીચેના ભાગે બાવડા ઉપર સૂર્ય તથા ઘોડા જેવું મકર રાશિના ચિન્હ જેવું ટેટુ પડાવેલું છે. રેલવે પોલીસે આ ઘટનાની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. આ અજાણી લાશના સગાસંબંધીઓ કે વાલી વારસો હોય તો રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...