તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતદેહ મળ્યો:નવસારીમાં પ્રકાશ ટોકીઝ નજીક ગુમ થયેલા યુવકની લાશ મળી, પરિવારની હત્યાની આશંકા

નવસારીએક મહિનો પહેલા
  • નિર્જન વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાશ પડી હોવાની સંભાવના

નવસારીની પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઝાડી-ઝાંખરા જેવા નિર્જન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ છેલ્લા બે દિવસથી અહી પડી રહ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે ત્યાંથી પસાર થતાં એક શખ્સે પોલીસને મૃતદેહ અંગે જાણ કરતા પોલીસ પહોંચી હતી. આ મૃતદેહ ગુમ થયેલા યુવકનો હોવાની જાણ થતા પરિવારને ઓળખ માટે બોલાવ્યો હતો.

મૃતક ગુલાબસિહ વસાવાની ફાઈલ તસ્વીર
મૃતક ગુલાબસિહ વસાવાની ફાઈલ તસ્વીર

પરિવારે યુવકની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે. વિજલપુરના પૂર્વ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગરમાં રહેતા આશરે 45 વર્ષીય ગુલાબસિંહ વસાવા છેલ્લા 36 વર્ષથી નવસારીમાં રહેતા હતા અને વ્યવસાયે રત્નકલાકાર કારખાનેથી ઘરે જવા નીકળ્યા બાદ પરત ન ફરતા 1 જુલાઈથી ગુમ થયા હતા. જે અંગે પરિવારે ટાઉન પોલીસ મથકમાં ખોવાયાની જાણ કરી હતી.

આજે સવારે કોઇ અજાણ્યા વ્યક્તિએ લાશ દેખાતા તાત્કાલિક ટાઉન પોલીસ મથકને જાણ કરી હતી સાથે જ પરિવાર પણ ઘટનાસ્થળે આવી પહોંચતા પુત્ર સુનિલે પિતાની ઓળખ કરી હતી.લાશના મોઢાના ભાગે ઘાતક હથિયારોથી હુમલો થયાના નિશાન જોવા મળ્યા હતા. સાથે જ પરિવારે પિતાની હત્યા થઇ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ કરવા અર્થે સિવિલમાં ખસેડાઇ છે.

મૃતક ગુલાબસિંહ વસાવાના પુત્ર સુનીલના જણાવ્યા મુજબ તેમના પિતા કારખાનેથી ઘરે જવા નીકળ્યા હતા પણ ઘરે ન પહોંચતા પરિવારે ગઈકાલે ગુમ થયાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં આપી હતી. સાથે જ તેમના પિતાનું કોઈક અજાણ્યા વ્યક્તિએ મર્ડર કર્યાનું પણ પરિવારે શંકા વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે તેના પરિવારની નજર છે.

અન્ય સમાચારો પણ છે...