ચકચાર:આરક-સિસોદ્રા પાટિયા પાસે બાળકની લાશ મળી

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએમ બાદ મૃત્યુ અંગે ભેદ ખુલવાની શક્યતા

નવસારીના ને.હા. 48 ઉપર આવેલ આરક-સિસોદ્રા ગામના પાટિયા પાસે અંદાજે 10થી 12 વર્ષીય બાળકની ડીકંપોઝ હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની ખબર ગ્રામ્ય પીઆઇને પડતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નવસારીના ને.હા. 48 વેસ્મા ગામથી આરક-સિસોદ્રા ગામના પાટિયા પાસે મોડી સાંજે તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિકોએ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ ત્યાં જોતા અંદાજે 10થી 12 વર્ષીય બાળકની ડીકંપોઝ હાલતમાં લાશ જોવા મળી હતી. આ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. ગ્રામ્ય પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી બાળકની લાશનો કબજો લઇ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ડીકંપોઝ હાલતમાં મેળલા બાળકના મોત અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. પીએમ બાદ સમગ્ર હકીકત બહાર આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...