તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • The BJP's 66 member Delegation Will Decide The Fate Of 13 Ward Candidates At Gandhinagar On The 7th, Prioritizing Selection On Merit.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવિનો ફેંસલો:7મીએ ગાંધીનગર ખાતે ભાજપનું 66 સભ્યોનું પ્રતિનિધિ મંડળ 13 વોર્ડના ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે, મેરીટ મુજબ પસંદગીને પ્રાથમિકતા

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાજપ નવસારી જિલ્લા પ્રમુખ - Divya Bhaskar
ભાજપ નવસારી જિલ્લા પ્રમુખ
 • કોંગ્રેસ 8મીએ નામ નક્કી કરશે
 • સંકલન સમિતિની મિટિંગ ગાંધીનગરમાં યોજાશે

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત બાદ નગરપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયત કક્ષાની ચૂંટણીમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાંથી 66 જેટલા સભ્યો ગાંધીનગર ખાતે 7મી ફેબ્રુઆરીએ હાજર રહેશે. ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહના કહેવા મુજબ 13 વોર્ડમાં મેરીટને પ્રાથમિકતા આપવામાં આવશે અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાહેર થયેલા કેટલાક ઉમેદવારોના નામને લઈને કમલમ કાર્યાલય ખાતે ભડકો થયો છે અને કપાયેલા ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ત્યારે જિલ્લા કક્ષા અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આ પ્રકારે હોબાળો ન થાય તેને લઈને પણ ભાજપનું સંગઠન સચેત થયું છે. તમામ જાતિગત સમીકરણ જીતના શક્યતા અને મેરીટ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી તમામ વર્ગનો સમાવેશ થાય અને તમામ કાર્યકર્તાઓ સાથે ન્યાય થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વિરોધ ન થાય તે માટે તકેદારી
મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટની ફાળવણી કરવામાં આવ્યા બાદ જે પ્રકારે કાર્યકરો અને ટિકિટ વાંચ્છુઓ દ્વારા હોબાળો અને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તેને લઇને હવે પાલિકાની ટિકિટ વહેંચણી વખતે પણ વિરોધ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી આ પ્રકારનો વિરોધ નવસારી જિલ્લામાં જોવા ન મળે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ નવસારી જિલ્લા પ્રમુખ
કોંગ્રેસ નવસારી જિલ્લા પ્રમુખ

કોંગ્રેસ કેટલું પડકારરૂપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે કોંગ્રેસ એટલું પડકારરૂપ ન હોવાનું નવસારી ભાજપ માની રહ્યું છે અને સહેલાયથી પાલિકામાં પોતાનું બોર્ડ બનશે તેવો દાવો જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

8મીએ કોંગ્રેસની ટિકિટ ફાઇનલ થશે
બીજી તરફ નવસારી જિલ્લા માંથી 8મી તારીખે જિલ્લા પ્રમુખ સહિત 3 સભ્યો પાર્લામેન્ટરીમાં હજાર રહેશે. કોંગ્રેસમાં વિરોધ અને વિવાદ વગર ટિકિટનું ફાઈનલાઈઝેશન થશે તેવો દાવો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો