દુર્ઘટના:વિજલપોરમાં ભાજપના નેતાઓ પડ્યાં હતા, તેની નજીકના સ્લેબમાં ટેમ્પો ફસાયો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્લેબ તુટવાથી ગુણવત્તા સામે અનેક સવાલ ઉભા થયા

નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખ, શાસક પક્ષના નેતા અને ચીફ ઓફિસર તાજેતરમાં આવેલા વાવાઝોડા અને વરસાદી માહોલમાં વિજલપોરની મેઘવાળ સોસાયટીએ નિરીક્ષણ અર્થે ગયા હતા અને ગટરના સ્લેબ પર ઉભા રહેતા અચાનક સ્લેબ તૂટી પડતા પ્રમુખ સહિત ચાર લોકો ગટરમાં પડ્યાં હતા. જોકે રિપેરીંગ કામ નહીં કરાતા નજીકમાં આવેલા સ્લેબમાં ટેમ્પો રિવર્સમાં લેવા જતા ફસાઈ ગયો હતો.

ગત 18મી મે એ તાઉતે વાવાઝોડા દરમિયાન વરસાદ પડતા વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા હતા. સ્થાનિકોની મુશ્કેલીઓ જાણવા માટે નવસારી નગરપાલિકા પ્રમુખ જીગીશ શાહ, શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ સહિત પાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફ ગયા હતા. દરમિયાન સ્લેબ તૂટી જતા પ્રમુખ, શાસક નેતા સહિત ચાર લોકો ગટરમાં પડ્યાં હતા. આ બાબતે ભૂતકાળની વિજલપોર પાલિકામાં વિકાસના કામોની ગુણવત્તાનો સવાલ ઉભો થયો છે. જે જગ્યાએથી સ્લેબ તૂટ્યો હતો. તેનું હજુ રિપેરીગ કામ કર્યું નથી.

રિપેરીંગ કરાવવામાં પાલિકા અસમર્થ
18મી મે એ ગટર પરનો સ્લેબ તૂટ્યો હતો. તેનું રિપેરીંગ કામ હજુ થયું નથી અને તે બાબતે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. ગુરૂવારે તેની નજીકમાં જ ટેમ્પો રિવર્સ લેતા વ્હિલ ફસાઈ ગયા હતા. હવે નગરપાલિકા રિપેરીંગ કામ કરશે તેમ લાગી રહ્યું છે. > રમેશભાઈ મોરે, સ્થાનિક, વિજલપોર

અન્ય સમાચારો પણ છે...