રાજકીય ગુરુની એન્ટ્રી:27 વર્ષ અગાઉ શિષ્યને રાજકારણમાં એન્ટ્રી અપાવનાર ગુરુને ભાજપે નવસારીમાંથી ટિકિટ આપી

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1995માં રાકેશ દેસાઈએ આર.સી.પટેલમાં મજબૂત નેતૃત્વના ગુણો જોયા
  • RSS સાથે જોડાયેલા રાકેશ દેસાઈને 175-નવસારી વિધાનસભાની ટિકિટ મળી

ગુજરાતી રાજ્યમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા 182 પૈકી 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ આપવામાં આવી છે. તો નવા શિક્ષિત કાર્યકરોને પણ તક આપવામાં આવી છે. નવસારી જિલ્લાની ચાર વિધાનસભા પૈકી બે બેઠક પર ધારાસભ્યનો રિપિટ કરવામાં આવ્યા છે તો બે નવા ચહેરાઓને ટિકિટ આપીને તક આપવામાં આવી છે.

27 વર્ષ અગાઊ RSS કાર્યકર રાકેશ દેસાઈએ જલાલપુરના 30 વર્ષીય તરવરિયા યુવાન આર.સી પટેલમાં નેતૃત્વના ગુણો જોયા હતા અને તેમને રાજકારણમાં પ્રવેશ અપાવ્યો હતો. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહેલા આર.સી. પટેલને 1998માં સફળતા હાથ લાગી હતી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા આર.સી. પટેલને માત આપી ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી અત્યાર સુધી આર.સી. પટેલે પાછું વળીને જોયું નથી.ત્યારે જલાલપોરના ધારાસભ્ય આર.સી પટેલને રાજકારણમાં એન્ટ્રી અપાવનાર રાકેશ દેસાઈની પણ રાજકારણમાં એન્ટ્રી થઈ છે અને તેઓને 175 નવસારી વિધાનસભા માંથી ટિકિટ આપવામાં આવી છે. રાકેશ દેસાઈ અને આર.સી પટેલ બંને આટ ગામના વતની છે.

છેલ્લા બે ટર્મથી નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈને પ્રદેશ નેતૃત્વએ ટિકિટ આપી છે. નવસારી શહેરમાં સમર્થકો અને તેમની ઓફિસમાં સન્નાટો જોવા મળ્યો છે. નવસારીની બે વિધાનસભા બેઠક જલાલપોર અને નવસારીમાં ગુરુ-શિષ્યની જોડી કેવો કમાલ કરે છે તે મતદારોના મૂળ પર આધાર રાખે છે. પરંતુ નવાઈ પમાડે તેવી વાત છે કે રાજકારણમાં શિષ્યની એન્ટ્રી થયાના 27 વર્ષ બાદ ગુરુની એન્ટ્રી થઈ છે.

ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોના નામોની યાદી માટે આતુરતાથી રાહ જોવાતી હતી એ આતુરતાનો હવે અંત આવી ગયો છે. ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે કહીં ખુશી કહીં ગમનો માહોલ છવાયો છે. ત્યારે નવસારી જિલ્લામાં કંઈક નવાજ પ્રકારનું રાજકીય સમીકરણ રચાયું છે. જલાલપોર વિધાનસભાના રમેશ પટેલ અને નવસારી વિધાનસભા ના રાકેશ દેસાઈ એમ બંને વિધાન સભાના ઉમેદવારો મૂળ એક જ ગામના છે. એક જમાનામાં સાથે રાજકીય સફર શરૂ કરનાર રમેશ પટેલ અને રાકેશ દેસાઈ ભાજપમાં સક્રિય થયા હતા જે તે સમયે કોંગ્રેસના ગુજરાતના ગૃહ મંત્રી સીડી પટેલના રાજમાં તેમના ગઢ માં ગાબડું પાડવા આ બંને નેતાઓએ ખેલ કર્યો હતો અને હરાવી પણ દીધા હતા .

અન્ય સમાચારો પણ છે...