તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિનો લાભ નુકસાની સામે પૂરતો જણાતો નથી

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેશભાઇ પાંડે, પ્રમુખ,નવસારી જિલ્લા હોટેલ એસોસિએશન - Divya Bhaskar
સુરેશભાઇ પાંડે, પ્રમુખ,નવસારી જિલ્લા હોટેલ એસોસિએશન

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં 1લી એપ્રિલ 2021થી 31મી માર્ચ 2022 સુધી એક વર્ષના સમયગાળા માટે હોટલ, રિસોર્ટસ, રેસ્ટોરન્ટસ અને વોટરપાર્કસને પ્રોપર્ટી ટેક્સ મુક્તિ આપવાની જાહેરાત કરી છે. જેની સીધી અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળશે. રાહતને નવસારી હોટલ એસો.પ્રમુખે માત્ર નામ પૂરતી ગણાવી તેનાથી પૂરતો લાભ થતો ન હોવાનો બળાપો ઠાલવ્યો છે. હોટલ એસો.એ રાહત પેકેજની માંગણી કરી હતી તેનો અંશ પણ જોવા મળ્યો નથી.

નવસારી જિલ્લામાં 52 હોટલ અને 200થી વધુ રેસ્ટોરન્ટ આવેલા છે. રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 1લી એપ્રિલ 2021થી 31મી માર્ચ 2022સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હોવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવાયો છે કે, હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી વપરાશ થયો હોય તેના પર જ વીજબીલ આકારી ચાર્જ વસૂલ કરાશે.

સરકારે જાહેર કરેલું રાહત પેકેજ પૂરતું નથી
જોકે નવસારી જિલ્લા હોટલ એસો.ના પ્રમુખ સુરેશભાઈ પાંડેએ આ નિર્ણયને માત્ર દેખાડા પૂરતો ગણાવી જે જરૂરી જણાતું હતું તેવું રાહત પેકેજ નહીં અપાયાનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રોપર્ટી ટેક્સ કરતા 18 ટકા જીએસટી ભરાયો હતો તેનું વળતર, કારીગરને અપાતો ખર્ચ પેટેનું વળતરની માંગણી કરાઈ હતી પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું તે પૂરતું નથી. - સુરેશભાઇ પાંડે, પ્રમુખ,નવસારી જિલ્લા હોટેલ એસોસિએશન.

અન્ય સમાચારો પણ છે...