તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન શરૂ થઈ પણ ભાડામાં વધારો:બાપુ કી ટ્રેન બંધ થયા બાદ ચોથી સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે, ખાસ પ્રકરનો AC વિસ્ટાડોમ કોચ સાથે ટ્રેન શરૂ થશે

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવેએ ભાડામાં વધારો કર્યો
  • સામાન્ય કોચનું ભાડું 15થી વધારીને 40 કરાયું
  • AC કોચનું ભાડું 560 નક્કી થયું

અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી બાપુ કી ટ્રેન હવે નવા રંગરૂપમાં અને નવી સુવિધાઓ સાથે 4થી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જેમાં રેલવે વિભાગે AC કોચની સુવિધા ઉપલબ્ધ કરાવતા આદિવાસી વિસ્તાર સહિત ઉનાઇ મંદિરે જવા માંગતા પ્રવાસીઓને એક નવો અનુભવ અને રોમાંચ સાથે સફરનો આનંદ મળશે.વિસ્ટાડોમ કોચની ખાસિયતબીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનમાં AC વિસ્ટાડોમ કોચ નાખવામાં આવ્યાં છે. જેમાં મોટી કાચની બારીઓ છે.

જેથી પ્રવાસીઓ કુદરતી નજારો જોઈ શકે. સાથે જ એર સસ્પેન્શન હોવાથી પ્રવાસ દરમિયાન ઝટકા લાગશે નહિ અને ટ્રેન સ્મૂધ ચાલતી હોય તેવું ફિલ થાય છે. આવા પ્રકારના કોચ બનાવવાની શરૂઆત ઇન્ડિયન રેલવે દ્વારા કરવામાં આવી છે. જેમાં ભારતમાં અત્યાર સુધી 41 જેટલા કોચ નેરોગેજ ટ્રેનમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે. આ કોચ રૂફ ઉપર પણ ગ્લાસ લગાવવામાં આવે છે.

જેમાંથી આકાશી નજારો પણ જોઈ શકાય છે. રેલવેના સફરને લક્ઝુરિયસ બનાવવા માટે કોષનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોચમાં મુસાફરી માટે એક તરફનું 560 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.આદિવાસી સમાજ માટે ટ્રેન અતિ ઉપયોગીભારતમાં અંગ્રેજોનું શાસન હતું, તે સમયે શરૂ કરેલી નેરોગેજ ટ્રેન આજદિન સુધી આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.

બાપુ કી ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેર સાથે જોડે છે, ત્યારે છેલ્લા અનેક સમયથી બંધ પડેલી નેરોગેજ ટ્રેન આવતી કાલે શનિવારથી દોઢ વર્ષબાદ ફરી શરૂ થવા જઈ રહી છે.અનેક આંદોલન ધરણાં બાદ ટ્રેનની શરૂઆતઆજથી આશરે દોઢ વર્ષ પહેલાં વેસ્ટર્ન રેલવે દ્વારા આર્થિક રીતે ખોટ કરતી હોવાનું કારણ આગળ ધરીને ટ્રેનને બંધ કરી હતી, ત્યારે આદિવાસી સમાજ અને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થયેલા ધરણા પ્રદર્શન અને લોકમાંગને જોતા રેલવે વિભાગે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પણ આર્થિક ખોટને સરભર કરવા માટે રેલવે ભાડામાં વધારો કર્યો છે.

જેમાં પહેલા સાદી ટિકિટ 15 રૂપિયા હતી જે વધીને હવે 40 રૂપિયા કરાઈ છે અને એસી કોચનું ભાડું 560 રૂપિયા નક્કી કરાયું છે. ત્યારે ગરીબ આદિવાસીઓને આ ભાડું પરવડે છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે.ભાડું વધતા આદિવાસીઓમાં મુંઝવણટુરિસ્ટના ઉદ્દેશથી જો ટ્રેન શરૂ કરવામાં આવે તો ફાયદો થઇ શકે તેમ છે. પણ વધેલા ભાડાના ભારણથી આદિવાસી સમાજને મુશ્કેલી થઈ શકે છે કેમ કે, આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકોને ખૂબ ઓછા પ્રમાણમાં રોજગારી અને વેતન મળે છે. જેમાં તેઓ નવસારી જિલ્લા કે અન્ય વિસ્તારમાં જવા માટે ટ્રેનનો પરિવહન તરીકે ઉપયોગ કરે છે, ત્યારે રેલવેએ વધારેલા ભાડાથી આદિવાસીઓમાં મુંઝવણ વધી છે.

બિલ્લીમોરા ભાજપના શહેર પ્રમુખ વિજય પટેલના જણાવ્યાં મુજબ આવતીકાલે શનિવારથી આ ટ્રેનની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે ભાડાના ખોટને સરભર કરવા માટે તેમાં વધારો કરવામાં આવ્યો છે. જે તમામ વર્ગના લોકોને પોષાશે તેવું ભાડું નક્કી કરવામાં આવ્યું છે તેવી વાત કહી હતી. રેલવે વિભાગે 15 રૂપિયા ભાડાના સ્થાને દસ રૂપિયા કરવા જોઈએઆ ટ્રેન શરૂ થાય તે માટે લડત ચલાવનારા આદિવાસી ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યાં મુજબ બીલીમોરાથી લઈને વઘઇ સુધી કુદરતી ઠંડક એવી છે કે જેમાં વાતાનુકૂલિત કોચની કોઈ જરૂર નથી અને વધેલા ભાડા આદિવાસી સમાજને ટ્રેન શરૂ થઈ જાય તો પણ કોઈ ફાયદો થશે નહીં ખરેખર તો રેલવે વિભાગે પંદર રૂપિયા ભાડાના સ્થાને દસ રૂપિયા કરવા જોઈએ, પરંતુ ભાડામાં 40 રૂપિયાનો વધારો આદિવાસી સમાજને કઈ રીતે પોષાશે તે અંગે શંકા છે. આ ટ્રેન શરૂ થવા પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને આમંત્રણ નથી મળ્યું પણ તેઓ ઉનાઇ ખાતે ટ્રેનને આવકારશે તેવી વાત તેમના દ્વારા જણાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...