શ્રાદ્ધ પક્ષ:શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલા દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતૃઓ માટે જે વસ્તુઓ દાન કરવી જોઈએ તેનો ઉલ્લેખ પુરાણો અને અન્ય ધર્મ ગ્રંથોમાં મળે છે

પિતૃ પક્ષ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય જ છે. ગ્રંથોમાં એવું પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં દાન કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. તેના માટે થોડી ખાસ સામગ્રીઓ જણાવવામાં આવી છે.

જેમાં સોનાથી લઈને મીઠા સુધી આઠ કે દસ વસ્તુઓનું દાન કરી શકાય છે. જેના દ્વારા મળતાં પુણ્યથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. પિતૃ પક્ષમાં બ્રાહ્મણ સિવાય જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. તેના માટે સવારે જલ્દી જાગીને દાન કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને કૂતપ કાળ એટલે લગભગ સાડા 11 થી 12.30 દરમિયાન પિતૃઓની તૃપ્તિની કામના સાથએ દાન કરવું જોઈએ. બનારસ, પુરી અને ઉજ્જૈનના વિદ્વાન પ્રમાણે જરૂરી નથી કે હંમેશાં મોંઘી વસ્તુઓનું જ દાન કરવામાં આવે.

શ્રદ્ધા અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘરમાં જે વસ્તુ મળી જાય તેનાથી આપણે આપણાં પિતૃઓને નિમિત્ત દાન કરી શકીએ છીએ. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આપણાં પિતૃ પ્રસન્ન થાય છે.પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલાં દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. જેથી પિતૃદોષથી મુક્તિ મળવા લાગે છે. સાથે જ આર્થિક સંપન્નતા પણ મળે છે. પિતૃઓ માટે જે વસ્તુઓ દાન કરવી જોઈએ તેનો ઉલ્લેખ પુરાણો અને અન્ય ધર્મ ગ્રંથોમાં મળે છે. તેમાં મોટાભાગની વસ્તુઓ લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે.

ગ્રંથોમાં આઠ અને દસ મહાદાન જણાવવામાં આવ્યાં છે
નિર્ણયસિંધુ અને ગરૂડ પુરાણમાં મહાદાનની જાણકારી આપવામાં આવી છે. આ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કે મૃત્યુ પછી કઈ વસ્તુઓનું દાન કરવામાં આવવું જોઈએ. જેથી મૃતઆત્મા કે પિતૃઓની સંતુષ્ટિ મળે. તેના માટે આ ગ્રંથોમાં દસ પ્રકારના મહાદાન જણાવવામાં આવ્યાં છે. પરંતુ એટલું ન કરી શકો તો આઠ પ્રકારની ખાસ વસ્તુઓનું દાન કરીને જ અષ્ટ મહાદાનનું પણ પુણ્ય મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...