નવસારી શહેરમાં પાલિકાના પોલ ઉપર લગાવાયેલ જાહેરાતો ગેરકાયદે હોય તે તાત્કાલિક અસરથી દૂર કરવા ખુદ પાલિકાના ઉપદંડકે રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા સવારે જ વીજ પોલ ઉપરથી જાહેરાતના બોર્ડ કાઢી લેવાની કામગીરી કરવામાં આવી હતી.
નવસારી શહેરમાં મોટી સંખ્યામાં સ્ટ્રીટલાઈટો મૂકવામા આવી છે. આ લાઈટોના બધા નહીં પણ ઘણા પોલ ઉપર જાહેરાતો હાલ જોવા મળે છે. આમ તો ભૂતકાળમાં આ જાહેરાતો માટે નાણાં વસૂલવામાં આવતા હતા પણ હાલ નાણાં વસૂલાયા નહીં હોવાનુ ખુદ પાલિકાના જવાબદાર ઉપદંડક જ કહી રહ્યાં છે.
આ મુદ્દે પાલિકાના નગરસેવક અને ઉપદંડકે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા નગરપાલિકા દ્વારા શનિવારે સવારે જ વીજ પોલ ઉપરથી જાહેરાતના બોર્ડ કાઢી નાખવાની કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.