તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભા:જે પ્રવૃત્તિ માણસને પગભર બનાવે તેને પ્રોત્સાહન મળતું નથી : દેસાઇ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ.ગુ.નીરા તાડગોળ ગ્રામોદ્યોગ સંઘની સભા મળી

દક્ષિણ ગુજરાત નીરા તાડગોળ ગ્રામોદ્યોગ સંઘની 51મી વાર્ષિક સાધારણ સભા 13મી જુલાઈએ નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. નવસારીમાં સંસ્થાના પ્રમુખ અનુપસિંહ સોલંકી (વનપંડિત)ના અધ્યક્ષસ્થાને મળી હતી.

સંસ્થાના માનદ મંત્રી ગિરીશકુમાર દેસાઈએ સંસ્થાની કામગીરીના લેખાજોખા રજૂ કર્યા હતા. હિસાબ અને અહેવાલને સર્વસંમતિથી મંજૂરી આપી કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સંસ્થા ખોટ કરતી હોવા છતાં પણ કર્મચારીઓ અને સભાસદોને જાળવી રાખી તેમના માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. સરકારની કાર્યપદ્ધતિ અંગે સંસ્થાના પ્રમુખે નારાજગી દર્શાવી અસંતોષ વ્યક્ત કર્યો હતો. વ.ન.જિ.ખા.ના પ્રમુખ નટુભાઈ નાયકે ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ ચલાવવી મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ નહીં થતા હોવાનું જણાવ્યું હતું. ધારાશાસ્ત્રી વિરેન્દ્રભાઈ દેસાઈએ આજ પરિસ્થિતિ રહે તો ખાદી અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ બંધ કરવાની ફરજ પડશે. જૂના કાર્યકર્તાઓ હવે પૂરા થતા જાય છે, નવા યુવાનો જોડાતા નથી અને જોડાઈને કરે પણ શું ? જે પ્રવૃત્તિ માણસને ઘરબેઠાં પગભર બનાવે તેને જ પ્રોત્સાહન મળતું નથી જે દુ:ખની વાત છે. અંતે માનદમંત્રી ગિરીશ દેસાઈએ સભાખંડ અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવા બદલ ન.તા.ખ.વે. સંઘ લિ.ના પ્રમુખ તેમજ મેનેજર અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...