તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બામણવાડાના પૂર્વ ઉપસરપંચની હત્યામાં આરોપીઓની કોવિડ ટેસ્ટ બાદ અટક કરાશે

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલીના બામણવાડા ગામના પૂર્વ ઉપસરપંચની હત્યા કરનારા ફડવેલના ચિન્મય પટેલ અને તેની પત્ની સહિત ચાર લોકોને એલસીબીએ એક માસની સતત દેખરેખ બાદ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સોમવારે પૂછપરછ કરી કોવિડ-19 ટેસ્ટ બાદ અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી મળી છે.

ચીખલી તાલુકાના બામણવાડા ગામનાં પૂર્વ ઉપસરપંચ નિલેશ છના પટેલ (ઉ.વ. 37, રહે. પટેલ ફળિયું, બામણવાડા, ચીખલી)ની 2જી માર્ચે ડેરીમાં નોકરી કરી ઘરે પરત ન આવતા બીજા દિવસે તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસે આ બાબતે છ મહિના સુધી તપાસ કરી હતી. મૃતકની પ્રેમિકા ધર્મિષ્ઠા, તેના પતિ ચિન્મય પટેલ અને તેના બે સાગરિત દીપેશ હળપતિ અને મનોજ હળપતિને નાણાની લાલચ આપી તેમની મદદ લઈને રાત્રિના સમયે બોલાવી હથિયારથી જીવલેણ ઘા મારી નિલેશ પટેલની હત્યા કરી હતી. નિલેશની લાશ અને બાઈક અલગ અલગ જગ્યાએ મૂકીને પુરાવાનો નાશ કર્યો હતો. આ હત્યા પ્રેમપ્રકરણ અને નાણાંની લેતીદેતીમાં કરી હોવાની માહિતી એલસીબીને મળતા મૃતકની પ્રેમિકા અને તેના પતિ સહિત ચારની અટક કરી કોવિડ 19 ટેસ્ટ કરાવ્યા હતા. તેના પરિણામ આવ્યા બાદ તેમની અટક કરી રિમાન્ડની કાર્યવાહી કરાશે તેમ પીઆઈ વી.એસ.પલાસે જણાવ્યું હતું.

હત્યાના બીજા દિવસે નિલેશની લાશ જોઈ આરોપી ચિન્મય રડ્યો હતો
બીજા દિવસે નિલેશ પટેલની લાશ મળતા પોલીસે તેનો કબજો લઈને પીએમ અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે આરોપી ચિન્મય પટેલ પણ ત્યાં ગયો હતો અને મિત્ર નિલેશની લાશ જોઈ ને ધ્રુસકે ધ્રુસકે રડ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જેથી પોલીસને ચિન્મય પટેલ પર શક ગયો ન હતો. જોકે ત્રણ દિવસ બાદ દારૂના ધંધા કરતા ચિન્મય પટેલે દારૂના નશામાં પોતે હત્યા કરી હોવાનું મિત્રોને જણાવ્યું હતું, ત્યારબાદ તેમના મિત્રોને ધમકી આપી હતી પરંતુ પોલીસે હત્યારાઓને શોધી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...