ધરપકડ:પત્નીની હત્યા કરી ભાગેલો MPનો આરોપી પતિ નવસારીથી ઝડપાયો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોડવાથી 13 દિવસ પહેલા હત્યા કરી ફરાર થયો હતો

મધ્યપ્રદેશના અલીરાજપુરના સોડવા ગામે 13 દિવસ પહેલા પત્નીની હત્યા કરનાર આરોપી પતિ નવસારી રેલવે સ્ટેશન પાસે બેસેલા હોવાની મળેલ બાતમીને આધારે નવસારી રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. નવસારી રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી છે.નવસારી રેલવે પોલીસને ફરાર આરોપીઓ ઝડપી પાડવા માટે વડોદરા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને પ.રે. સુરત વિભાગના ડીવાયએસપી બી.એ.ચૌધરીએ સૂચના આપી હતી.

તે દરમિયાન નવસારી રેલવે પોલીસના પો. કો. જીગ્નેશ તપોધન, પો.કો. પ્રવિણ રઘુનાથને બાતમી મળી હતી કે 25 જૂનના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુરના સોડવામાં નાયા કમલભાઈ નરગવા (ઉ.વ. 60, રહે. ખાબા, થાના સોંડવા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ)એ કોઈ કારણસર પત્નીની હત્યા કરી ફરાર થયો હતો, જે આરોપી નવસારીના રેલ્વે સ્ટેશનની દક્ષિણે યાર્ડ વિસ્તારમાં રેલવે લાઈન ઉપર બેસેલો છે. બાતમીને પગલે નવસારી રેલવે પોલીસના હેકો અરવિંદ કરસનભાઈ, પ્રવિણ રઘુનાથ, જીગ્નેશ તપોધન સહિત કર્મીઓએ મળી તેને ઝડપી લઈ હત્યાનો ગુનો ઉકેલી કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...